Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મૈત્રી કરાર કરનાર ભાટગામનાં શખ્સનો ભેંસાણની યુવતિ પર જેતપુરમાં બળાત્કાર

ડીવાયએસપી શ્રી જાડેજાએ ત્વરિત કાર્યવાહી કરી દુષ્કર્મીને દબોચી લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧ :  મૈત્રી કરનાર ભાટ ગામનાં શખ્સે ભેંસાણની યુવતિ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ભેંસાણ પોલીસમાં થઇ છે.

જો કે ડીવાયએસપી શ્રી જાડેજાએ ત્વરિત કાર્યવાહી કરી દુષ્કર્મીને દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.

ભેંસાણ ખાતે પરબ રોડ વિસ્તારમાં રહેતી એક ર૬ વર્ષીય યુવતિ સાથે ભેંસાણ તાલુકાનાં ભાટગામનો જયદીપ વિરજીભાઇ પરમારે મૈત્રી કરાર કરેલ.

પરંતુ ૬ જુન જુનની રાત્રે આ શખ્સે યુવતિને ફોન કરી ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને યુવતિને તેના ઘરની બહાર બોલાવી હતી.

બાદમાં જયદીપ તેના મોટર સાયકલ પર ઉઠાવી ગયો હતો અને જેતપુરનાં એક ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ત્યાં યુવતિનાં ઇન્કાર છતાં તેણે અવારનવાર શરીર સંબંધ  બાંધ્યો હતો.

આ અંગે ભોગ બનનાર યુવતિ એે ગઇકાલે ફરીયાદ કરતા ભેંસાણનાં પીએસઆઇ એ.ડી. વાળાએ કલમ ૩૭૬ (ર) (એન) પ૦૪, પ૦૬, (ર), એટ્રોસીટી એકટ ૦૩ (૧) વગેરે મુજબ ગુનો નોંધીને જયદીપ વિરજી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ જુનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને તપાસ સોંપતા તેઓએ તુરત જ તપાસ હાથ ધરી દીધી હતી.

નાયબ પોલીસ અધિક્ષક શ્રી જાડેજાએ સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આરોપીને ગત રાત્રે જ હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:04 pm IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST