Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડવીયાળા ગામે દેવીપુજકના એક વર્ષના બાળકને ફાડી ખાતી દીપડી

ગીરગઢડા પંથકમાં પાંચ પીંજરા મુકી દીપડીને ઝડપી લેવાય

વેરાવળ, તા.૧૧: ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામે પાદરમાં ઝુપડા બાંધી ને રહેતાદેવીપુજક ના પાંચ થી છ પરીવાર રાત્રે સુતા હતા તે દરમ્યાન દીપડી એ એક વર્ષના માસુમને ઉપાડી જઈ ફાડી ખાતા ભારે દેકારો બોલી ગયેલ હતો વનતંત્ર એ પાંચ પીજરા મુકી રાત્રે જ દીપડીને ઝડપી લીધેલ હતી.

બીજલ પરમાર તેમજ પાંચ થી છ પરીવાર ગામની પાદરમાં ઝુંપડા બાંધીને રહેતા હતા, તાજેતરમાં વાવાઝોડાના લીધે લાઈટો ન હોવાથી ઘોર અંધારૂ હતું, જયાં રહેતા હતા ત્યાં ચારેય બાજુ ગાંડો બાવળ ઉગેલ હોય તેમાંથી અચાનક દીપડીએ ફડીયામાં રમતો ગોપાલ ઉ.વર્ષ.૧ને લઈને પાછી બાવળમાં ગયેલ હતી તે દરમ્યાન પરીવારજનોએ રાડારાડ બુમાબુમ કરી લાકડીઓ લઈને દોડવા લાગેલ તેથી બાળકને લોહી લુહાણ હાલતમાં ત્યાંજ મુકી દીધેલ હતો આ બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું વનતંત્રના અધિકારીઓએ જણાવેલ હતું કે આ વિસ્તારમાં દીપડા દીપડીઓ તથા જંગલી જનાવરો જાજા છે આ પરીવારો મચ્છી જેવો ખોરાક ખાતા હોય અને ત્યાંજ ફેંકી દેતા હોય તેથી તેને સુંઘીને જનાવરો આવતા હોય છે ગરમી હોય તેથી ઝુપડાની બહાર બધાને સુવુ પડે છે આ બનાવ બનતા રાત્રેજ આખા વિસ્તારમાં પાંચ પીજરા મુકી દેવામાં આવેલ હતા તેમાં દીપડી ઉ.૮ થી ૧૦ વર્ષની ઝડપાય ગયેલ હતી તેને જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડેલ છે.

દેવીપુજક પરીવાર ધણા સમય થી આ વિસ્તારમાં રહે છે તેમની પાસે કોઈપણ આધાર પુરાવા નથી છોકરાનો જન્મ તારીખનોદાખલો પણ નથી સરકારના નિયમ મુજબ ચાર લાખ રૂપીયા ભોગ બનેલ પરીવારને આપવામાં આવશે જેથી કાર્યવાહી ઝડપથી પુરી થાય તે માટે વનતંત્ર કાર્યરત થયેલ છે આ બનાવ બનતા નાનાકડા એવા ગામમાં પાદર તથા સીમ વિસ્તારમાં રહેતા ખેડુતોમાં ભારે ભય ફેલાયેલ છે.

સવની ગામે ખુંખાર દીપડો ઝડપાયો

વેરાવળ તાલુકાના સવની ગામે વાડી વિસ્તારોમાં અવાર નવાર જંગલી જાનવરો દીપડા દીપડી દેખાતા હોય તેથી ખેડુતોએ વનતંત્ર ને જાણ કરેલ આ વિસ્તારમાં ત્રણ જેટલા પીજરા ઓ મુકેલ તેમાં વ્હેલી સવારે ૬.૧પ કલાકે ભુપતભાઈ કાળાભાઈ ડોડીયાની વાડીમાંથી દીપડો ઉ.વ.૯ થી ૧ર પીજરામાં ઝડપાય ગયેલ હતો તેને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવેલ છે.

(1:03 pm IST)
  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST