Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ધોરાજી : ગાંધીનગરમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં લઘુમતી મોરચાની મિટીંગ યોજાઇ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૧ : ગાંધીનગર ખાતે કમલમ ટીમના પ્રદેશ લઘુમતી મોરચાના નિયુકત પ્રમુખ મોહસીનભાઇ લોખંડવાલા તથા ઉપપ્રમુખ હમીદભાઇ ગોંડીલ તેમજ તમામ નવનિયુકત સભ્યોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશના  મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે સી.આર.પાટીલ અને ભીખુભાઇ દલસાણીયાએ તમામ હોદ્દેદારોને જણાવ્યું કે, સમગ્ર દેશ તથા ગુજરાતમાં મુસ્લીમો સલામત અને સુખી છે અને લઘુમતી સમાજના યુવાનો વધારે ને વધારે પાર્ટી સાથે જોડાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યુ હતુ.

ધોરાજીના મેમણ સમાજના અગ્રણી છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલ એવા યુવા ઉદ્યોગપતી હમીદભાઇ ગોંડીલનું પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સન્માનીત કરેલ. આ તકે ભીખુભાઇ દલસાણીયાએ યુવા કાળમાં ધોરાજી ખાતેના સંસ્મરણો વાગોળ્યા હતા.

મહામંત્રી નાદીનભાઇ કાજી જેનુબ આબેદીન અન્સારી તેમજ ઝહીરભાઇ કુરેશી, વસીમભાઇ શેળ જીસાવ નકવી, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હાજર રહેલ. બાદમાં લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારો નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પણ મુલાકાત લીધી હતી.

(11:58 am IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST