Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભાવનગરના લોક ગાયક કાશીબેન ગોહીલને સ્વ. હેમુગઢવી એવોર્ડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા ઓનલાઇન કાર્યક્રમ

ભાવનગર, તા. ૧૧ :  સાહિત્ય કલાક્ષેત્રે લોકોની ઋચિ જળવાઇ રહે અને સાંસ્કૃતિ વિરાસતની મુડીના સવર્ધન માટે સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા દર વર્ર્ષે એવોર્ડ સમારોહ યોજેલ છે. જેમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેદચંદ્ર મેઘાણી તથા સ્વ. હેમુગઢવીની પૂણ્ય સ્મૃતિમાં એવોર્ડ એનાયત કરાવામાં આવે છે.

આ મહિનામાં એવોર્ડ સમારોહ ઓનલાઇન યોજાનાર છે. જેમાં ભાવનગરના પ્રસિધ્ધ લોક-ગાયિકા કાશીબેન શામજીભાઇ ગોહીલ ઉ.વ.૯૯ (આશરે) નું સન્માન પૂ. મોરારીબાપુના હસ્તે કરવામાં આવેશ. જેમાં લાઇફ ટાઇમ એચીવમેન્ટ સ્વરૂપે એવોર્ડ એક લાખ રૂપિયા અને સાલ ઓઢાડવામાં આવશે.

ગુજરાત અને ગુજરાત બહાર કાશીબેને પંદર હજાર ઉપરાંત કાર્યક્રમો આપેલ છે. ૭પ વર્ષથી લોકસંગીત ભજનોના કાર્યક્રમો આપેલ છે. રાજય સ્તરે તથા વિવિધ સંસ્થાઓ, મંડળો દ્વારા સન્માનીત કાશી બહેનના દિકરી જયોતિબેને જણાવ્યું હતું કે ભગવાનની કૃપા અને ભગવાન ભજન ખુબ ભાવ અને નિષ્ઠાથી ગાયું છે. તેમના કાર્યમાં મસ્ત રહીને કાર્ય કરેલ છે. સન્માન સદ્ભાવએ ભગવાન કૃપાનો પ્રસાદ જ છે. અત્યારે સદી નજીક પહોંચેલ ઉંમરે કાશીબા પોતાનું કાર્ય જાતે કરે છે તંદુરસ્તી સારી છે. જયોતિબેનની દિકરી નોકરી કરે છે.

કાશીબેનના થનારા સન્માનથી સંગીત કલા અને લોકસંગીતના ક્ષેત્રે સંકળાયેલા જતીનભાઇ દવે, કાળુભાઇ દવે સંતોષભાઇ કામદાર પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી તથા હરિન્દ્રભાઇ દીક્ષિત વગેરે સહિતનામાં હર્ષની લાગણી છવાઇ છે.

આ આયોજનમાં સાહિત્ય સર્જન અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રોફેસર ડો. નરોતમભાઇ પલાણનું સન્માન શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરી કરાશે.

(11:52 am IST)