Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

૩૮ થી વધુ ગામો ધરાવતા લોધિકા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ કે કોઇ ઔદ્યોગિક વસાહત નથી !

(બી.એમ.ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૧૧ : લોધિકા - લોધિકા તાલુકો ૩૮ થી વધુ ગામોને આવરી લેતો તાલુકો છે, પરંતુ આ લોધિકા ગામમાં વિકાસના નામે મીંડું છે , આ ગામ માં વિકાસની વાત કરીએ તો રાજકોટ જીલ્લા નો એક માત્ર લોધિકા તાલુકો એવો છે જયાં માર્કેટિંગ યાર્ડ નથી કે નથી આધોગિક વસાહત, ફરજીયાત પણે આ ગામના ખેડૂતોને આસપાસના અન્ય તાલુકાના માર્કેટિંગ યાર્ડનો સહારો લેવો પડે છે, આસ પાસના તમામ ગામના લોકો ખેતી આધારિત હોઈ ખેડૂતોને રોજગારીની આવક એક માત્ર ખેતી છે, ત્યારે આ ગામના લોકોની માંગ છે કે રાજકોટમાં આવતી અમુલ ફેકટરી જે આણંદ પુર - નવાગામ ખાતે જગ્યા પસંદ કરવામાં આવીએ ફેકટરીને લોધિકા ગામની ખરાબાની જમીન માં પસંદગી કરવામાં આવે અથવા આ તાલુકા માં માર્કેટિંગ યાર્ડ અથવા જી.આઈ.ડી.સી ફાળવવામાં આવે જેથી કરીને આસપાસના ગામના લોકોને રોજગારીની તકો મળી રહે સાથે ખેડૂતો એમનો માલ ત્યાં જ વેચી શકે માટે લોધિકા તાલુકાને વેગવંતો તાલુકો કરવાની અનિવાર્યતા જરૂરી છે, આવિ લોધિકા ગામના લોકોની લોકમાંગ ઉઠી રહી છે.

રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકામાં આવતા  ૧. મેટોડા, ૨. ખીરસરા,૩. નાદ્યુ પીપળીયા, ૪. કોઠા પીપળીયા, ૫. જેતાકુબા, ૬. પીપરડી, ૭. દેવડા, ૮.અભેપર - રતનપર, ૯.છાપરા, ૧૦.નગરપીપળીયા, ૧૧.ઉંડ ખીજડીયા, ૧૨.દેવ ગામ ,૧૩.પાંભર ઇટાળા, ૧૪.ચાંદલી, ૧૫.ચીભડા, ૧૬.પાળ ,૧૭.રાવકી , ૧૮.લોધિકા , ૧૯.વાગુદડ, ૨૦.કાંગશીયાળી,૨૧.પારડી, ૨૨.તરવડા, ૨૩.વાજડી વડ, ૨૪.વીરવા, ૨૫.પીપળીયા - પાળ, ૨૬.હરીપર - પાળ , ૨૭.રાતેયા ,૨૮.સાંગણવા, ૨૯.જશવંતપુર, ૩૦.મોટા વડા, ૩૧.લક્ષ્મીઇટાળા, ૩૨.ખાંભા, ૩૩.ધૂળિયા દોમડા, ૩૪.હરીપર - ત ૩૫.તરવડા, ૩૬.માખાવડ, ૩૭.બાલસર.૩૮ હરીપર પાળ ગામો છે.

(11:48 am IST)