Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પ્રભાસપાટણના ભાલપરામાં નાળિયેરીનું વાવેતર

પ્રભાસપાટણ : સરકારના કુપોષણ અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકાના ભાલપરા આંગણવાડી કેમ્પસમાં નાળિયેરીનું વાવેતર કર્યુ હતુ. આ કાર્યના વિચારક પ્રથમ પંચાયત વેરાવળના સદસ્ય પરસોતમભાઇ વિચાવડીયા, ન્યાય સમિતિ અધ્યક્ષ દેવાભાઇ બામણીયા, ન્યાય સમિતિના પુર્વ ચેરમેન નારણભાઇ બામણીયા, તાલુકા પંચાયત વેરાવળ પુર્વ સદસ્ય પરબતભાઇ લાડવા, પુર્વ ઉપસરપંચ વિરાભાઇ કામળીયા, શિક્ષક અરચીભાઇ બારડ, વજુભાઇ ઝાલા, વિનય રાઠોડ સહિતના સહભાગી બન્યા હતા.(તસ્વીર - અહેવાલ : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:48 am IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST