Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સાવરકુંડલા પંથકમાં પ્રથમ વરસાદથી જ શેલ દેદુમલ ડેમ ઓવરફલો

આંબરડી ગામમાં ટ્રેકટર ટ્રોલી તણાયાઃ અનેક નદીઓમાં ઘોડાપુરઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી ધુપ-છાંવ

સાવરકુંડલા પંથકમાં પડેલ વરસાદમાં ટ્રેકટરની ટ્રોલી, પશુઓ તણાયા હતા તથા ડેમ ઓવરફલો થયો હતો. તે તસ્વીરમાં નજરે પડે છે. નીચેની તસ્વીરમાં જસદણમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ દિપક પાંધી (સાવરકુંડલા), હુસામુદીન કપાસી-જસદણ)

રાજકોટ તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે અને કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે.

ગઇકાલે અમરેલી જીલ્લાના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આંબરડી ગામમાં ટ્રેકટર ટ્રોલી તણાયા હતા. જયારે શેલ દેદુમલ ડેમ ઓવરફલો થઇ ગયો હતો. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે અને બફારો થઇ રહ્યો છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા : ગુજરાતમાં વલસાડથી નૈઋત્યનાં ચોમાસાએ પ્રવેશ કર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સુન એકટીવીટીનાં ભાગરૂપે રવિવાર થી હળવો - ભારે વરસાદ વરસી રહયો છે. તેમાં ગઇકાલે ગુરૂવારે બપોરે દોઢ વાગ્યાથી સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ વરસવો શરૂ થયો હતો, ગ્રામ્ય વિસ્તારમાં તો ચારેક ઇંચ જેટલો વરસાદ વરસી જતા તાબાનાં આંબરડી ગામે બજારમાં વરસાદે પાણી નદીના પુર માફક ફરી વળતા બજારમાં રહેલુ ટ્રેકટર ટ્રોલી સહિત તણાયુ હતું તો ત્રણેક પશુ પણ પાણીના ભારે પ્રવાહમાં તણાયા હતા, જો કે સદનસીબે આગળ જતા ટ્રેકટર અને પશુઓ કાંઠે આવી જતા કોઇ જાનહાની થઇ નથી આવી જ રીતે સાવરકુંડલાનાં ઉપરવાસમાં પણ જોરદાર વરસાદથી નાવલી નદીમાં ઉપરવાસ આવેલા પાંચેય ચેક ડેમ ભરાઇ જતા નાવલી નદીમાં ચાર દિવસમાં બીજી વખત પુર આવતાં નદી બજારમાં બેસતા વેપારીઓમાં ચિંતાની લાગણી ફેલાયેલી, સાવરકુંડલાની આથમણી દિશામાં શેલ-દેદુમલ ડેમનાં જળસ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદથી શેલદેદુમલ ડેમ ઓવરફલો થતા ડેમની સપાટી જાળવી રાખવા ચોમાસાની શરૂઆતમાંથી ડેમનાં બે દરવાજા ખોલવામાં આવ્યા હતાં. જેના કારણે તાબાનાં નેસહી ગામેથી પસાર થતી શેલ નદીમાં ભારે પુર આવ્યુ હતું.  આજ સવારથી પણ વાતાવરણ વાદળછાયુ હોય વરસાદની શકયતા રહેલી ેછે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં ગુરુવારે સાંજે આખા દિવસના સખત ઉકળાટ બાદ એક ઇંચ જેટલો વરસાદ પડતાં વાવણી કરેલ અને ન કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો આજના વરસાદથી માર્કેટયાર્ડમાં અનેક જણસી પલળી ગઇ હતી.

(11:40 am IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST