Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અમરેલી જિલ્લા ભાજપ કિસાન સેલના મહામંત્રી તરીકે દીપકભાઈ માલાણીની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: અમરેલી જિલ્લા ભાજપ કિસાન સેલ ના મહામંત્રી પદે દીપકભાઈ માલાણીની વરણી કરવામાં આવતા તાલુકા ભાજપમાં ખુશી વ્યાપી જવા પામેલ હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની સૂચનાથી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લા ભાજપ કિસાન સેલના મહામંત્રી તરીકે સહકારી આગેવાન અને પાટીદાર સમાજના હામી એવા નીડર નિષ્ઠાવાન શ્રી દીપકભાઈ માલાણીની વરણી કરવામાં આવતા સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ અને સહકારી ક્ષેત્રમાં વ્યાપક ખુશી જોવા મળેલ હતી.

ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય વ્યકિતની યોગ્ય પદ પર વરણી કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

શ્રી દીપકભાઈ માલાણીની વરણીને સાંસદ નારણભાઇ કાછડીયા પૂર્વ મિનિસ્ટર વી વી વઘાસિયા જિલ્લા ભાજપ મહામંત્રી પુનભાઈ ગજેરા, કમલેશભાઈ કાનાણી, રાજુભાઇ દોશી, મયુરભાઈ ઠાકર, લાલભાઈ મોર, મનજીભાઈ તળાવીયા, આસિફ કુરેશી સોહિલ શેખ વિગેરે આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(10:31 am IST)