Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મુન્દ્રામાં કન્ટેનર કંપનીની ઓફિસમાં ઘૂસી છરીની અણીએ ૭ હજારની લૂંટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૧ : ચોરી અને લૂંટના વધતાં જતાં બનાવો વચ્ચે સરહદી કચ્છ જિલ્લામાં કાયદાની ઓસરતી ધાક ચિંતાજનક છે. ભુજ પછી હવે મુન્દ્રામાં બનેલ લૂંટના બનાવે ચકચાર સર્જી છે.

મુન્દ્રાના ઝરપરા ગામની સીમમાં આવેલ એમ.જે. કન્ટેનર સોલ્યુશન કંપનીની ઓફિસમાં ઘૂસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કંપનીના કર્મચારી પ્રકાશચંદ્ર રાણાસીને છરી બતાવી ૫૬૦૦ રૂ. રોકડા અને ૧૬૦૦ રૂ.નું વાઇફાઇ રાઉટરની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. મુન્દ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:26 am IST)