Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબીના ખાખરાળા નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધને રાજકીય અગ્રણીએ પોતાની કારમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યા: જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો માનવીય અભિગમ

મોરબીના ખાખરાળા ગામ નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર વૃદ્ધને ઈજા પહોંચી હોય જે સમયે ત્યાંથી પસાર થતા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા પોતાની કારમાં વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
બનાવની મળતી વિગતો પ્રમાણે બરવાળા ગામના રહેવાસી ગણેશભાઈ હીરાભાઈ બાવરવા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ બાઈક લઈને જતા હોય ત્યારે અકસ્માતમાં તેને ઈજા પહોંચી હતી તેના બાઈકને અકસ્માત નડતા વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી ત્યારે ત્યાંથી મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પસાર થઇ રહ્યા હોય જેને ઈજાગ્રસ્ત વૃદ્ધની હાલત જોઈ હતી
અને તુરંત ઈજાગ્રસ્તને પોતાની કારમાં બેસાડી મોરબી હોસ્પિટલ ખસેડ્યા હતા રાજકીય અગ્રણીએ માનવીય અભિગમ દાખવીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના તુરંત ઈજાગ્રસ્તને પોતાની કારમાં હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે પરિવારે પણ રાજકીય અગ્રણીનો આભાર માન્યો હતો

(9:11 pm IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST