Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

માનકુવા પો.સ્ટે.ના વાંઢાય ગામની સીમમાં આવેલ એમ.આર.સીવ નામની કંપનીમાંથી થયેલ લોખંડની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.

   ભુજ : પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજના ડી.બી.વાધેલા  તથા પશ્ચિમ કચછ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા એ ચોરીના વધતા જતા બનાવો અટકવાવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. 

     દરમ્યાન માનકુવા પો.સ્ટે. વાંઢાય ગામની સીમમાં થયેલ લોખંડ ચોરી સબંધે લોરીયા ચેક પોસ્ટ પાસે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે, માનકુવા પો.સ્ટે. લોખંડના સળીયાની ચોરી કાસમ ઉર્ફે કાસુ  રમજુ અબડા, તથા તેની સાથેના અન્ય વ્યકિતઓએ મળી કરેલ છે, અને ચોરી કરેલ લોખંડના સળીયા ભખરીયા ગામ પાસે આવેલ કાયલા ડેમ પાસે એક અવાવરૂ ઓરડીમાં સંતાડી રાખેલ છે, અને આ કામસ ઉર્ફે કાસુ રમજુ અબડા હાલે તેની ચોકી કરે છે. તેવી પાકી અને ભરોસાપાત્ર હકીકત મળતા બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા મળેલ બાતમી મુજબ એક ઇસમ હાજર મળી આવેલ જેને સાથે રાખી ઓરડીમાં ઝડતી તપાસ કરતા લોખંડના સળીયા ૯.૨૦૫, ટન જેની કિ.રૂા.૫,૫૨,૩૦૦/- નો મુદામાલ મળી આવેલ છે.

    આ બાબતે પકડાયેલ ઇસમ કાસમ ઉર્ફે કાસુ રમજુ અબડા, ઉ.વ.૩૮, રહે.ભખરીયા, તા.ભુજ વાળાની યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા જણાવેલ કે, આ લોખંડનો જથ્થો પોતાના ભાઇ ગફુર રમજુ અબડા, સાથે અબ્બાસ કેશર ત્રાયા, રહે.કમાગુના, તા.ભુજ તથા લતીફ જુશબ મેર, રહે.કોડકી, તા.ભુજ, તથા અનવર ઇશાક નાગીયા, રહે.સામત્રા, તા.ભુજ વાળો તથા અન્ય ત્રણ ઇસમો સાથે મળી* અગાઉ આ જગ્યા જોઇ આવેલ અને ગઇ તા.૦૮/૦૬/૨૦૧૯ના રાત્રીના ભાગે વાંઢાય ગામની સીમમાંથી આ લોખંડના સળીયાની ચોરી કરવા એક ટ્રકમાં ગયેલા અને વાંઢાય ગામની સીમમાં લોખંડના સળીયા તે ટ્રકમાં ભરી ચોરી કરેલ અને આ સીવાય અગાઉ પણ અવાર-નવાર દેશલપર વાંઢાય ખાતે આવેલ એમ.આર.સીવ કંપનીના સ્ટોરમાંથી આ રીતે જ લોખંડની ચોરી કરેલાનું કબુલાત કરેલ છે.

    આ સબંધે *માનકુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૮/૧૯, આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબ એમ.આર.સીવ નામની કંપનીએ સીમેન્સ ગામેસા કંપની પાસેથી ખરીદેલ લોખંડના સળીયાની ચોરી થયેલ* અંગે ફરીયાદ દાખલ થયેલ હોય જેથી આરોપી *કામસ ઉર્ફે કાસુ રમજુ અબડા, ઉ.વ.૩૮, રહે.ભખરીયા, તા.ભુજ વાળાને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(આઇ) મુજબ* અટક કરી લોખંડના સળીયા ૯.૨૦૫, ટન જેની કિ.રૂા.૫,૫૨,૩૦૦/- નો મુદામાલ રીકવર કરી મુદામાલ તેમજ પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે માનકુવા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

(6:05 pm IST)