Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સૌરાષ્ટ્ર- કચ્છના દરિયા કાંઠે ૧ નંબરનું સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

અમદાવાદ,તા.૧૧: ગઈકાલે રાત્રે સુરતમાં વરસાદ પડવાની સાથે જ ગુજરાતમાં મેધરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. એક બે દિવસમાં સુરત બાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અને ચોમાસાની શરૂઆત પણ થઇ શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતે કરતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ૧ નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને દરિયા ખેડવા માટે મનાઇ ફરમાવામાં આવી છે.

(3:52 pm IST)