Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વીજ તંત્રે ટીમો ઉતારી કોસ્ટલ સબ ડિવીઝન ક્ષેત્રમાં તમામ માલ સામાન-થાંભલા પુરા પડાયા

તમામ સ્ટાફ-કોન્ટ્રાકટરોને તૈયાર રહેવા આદેશોઃ જામનગર-પોરબંદર માટે બે સ્પે. એડી. ચીફ ઇજનેરો મુકાયા

રાજકોટ તા. ૧૧: સૌરાષ્ટ્રના દરિયામાં ઉઠેલા વાવાઝોડા અને સંભવિત ખાનાખરાબીનો સામનો કરવા વીજ તંત્ર એલર્ટ બની ગયું છે, રાજકોટ કોર્પોરેટ ઓફીસથી ચીફ ઇજનેરો શ્રી ગાંધી શ્રી કોઠારી સતત મોનીટરીંગ કરી રહ્યા છે.

અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે સૌરાષ્ટ્રના સાગરકાંઠા-પોરબંદર-જામનગર-વેરાવળ-અમરેલી-ભાવનગર જેવા ક્ષેત્રોમાં વિશેષ ટીમો ઉતારી દેવાઇ છે.

તો તમામ કોસ્ટલ વીજ સબ ડીવીઝનોમાં જરૂરી તમામ મટીરીયલ્સ અને સેંકડોની સંખ્યામાં વીજ થાંભલા તૈયાર રખાયા છે, ડેમેજ થાય એટલે તૂર્ત જ ટીમો દોડી જઇ વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વીત કરવા ઓપરેશન હાથ ધરશે.

સાધનોએ ઉમેર્યું હતું કે તમામ પ્રકારના કોન્ટ્રાકટરો અને સ્ટાફને તૈયાર રખાયા છે. જામનગર માટે એડી. ચીફ ઇજનેરશ્રી ભટ્ટ તો પોરબંદર-ક્ષેત્ર માટે એડી. ચીફ ઇજનેરશ્રી અજાકિયાને સ્પે. હવાલો સોંપાયો છે. રાજકોટ કોર્પોરેટ ઓફીસથી સતત મોનીટરીંગ થઇ રહ્યું છે.

(3:51 pm IST)