Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓને ૧૦૦ ટકા તમાકુ મુકત કરાશે

અરજદારો ધૂમ્રપાન કે તમાકુ લેતા નજરે પડશે તો દંડ કરાશે

જૂનાગઢ,તા.૧૦ :. જૂનાગઢ જિલ્લામાં જાહેર સ્થળો પર તમાકુ પર સંપૂર્ણ  નિયંત્રણ આવે તે માટે જિલ્લમાં ટોબેકો કંટ્રોલ એકટની અમલવારી કરવા આજે કલેકટર ડો.સૈારભ પારઘી અને તમાકુ નિયંત્રણ કમીટીના કો-ચેરમેન  ડીડીઓ પ્રવીણ ચૈાધરીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ડીડીઓશ્રી એ તાલુકા હેલ્થ ઓફિસરોને અને તેની ટીમને રેવન્યું ઓફિસોમાં પણ મુલાકાત કરી મુલાકાત કરી મામલતદાર અને ટીડીઓને આ બાબતે જાણ કરી અરજદારો કચેરીમાં ધૂમ્રપાન કે તમાકુનું ન સેવન કરે તે માટે જરૂરી જાગૃતિ લાવવા તેમજ હેલ્થ વિભાગ દ્રારા મહિનામાં એક વખત ડ્રાઈવ કરી અરજદાર ધૂમ્રપાન કરતા જોવા મળે તો દંડ કરવા સૂચના આપી હતી.

જિલ્લા પંચાયતમાં પણ આ બાબતે કાર્યવાહી કરવા જણાવાયું હતું. જિલ્લામાં એપ્રીલ-૨૦૧૯ના માસમાં એસટી વિભાગ દ્રારા ધૂમ્રપાન બદલ ૩૨ વ્યકિતઓને દંડ કરી ૫૯૦ રૂપિયાની દંડ વસૂલાત કરવામાં આવી છે. દરેક કચેરીઓમાં પણ આ રીતે કાર્યવાહી થાય તે જણાવાયું હતું.

(2:20 pm IST)