Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ગેસ કંપનીથી નારાજગીઃ ૫૦ લાખ પડાવતા હોવાનો આક્ષેપ

મોરબી, તા.૧૧: મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ કંપનીથી અનેક ફરિયાદો હોય અગાઉ પ્રેશર ડ્રોપની સમસ્યા હજુ હમણાં ઉકેલાઈ છે ત્યારે હવે સિરામિક ઉદ્યોગે ગેસ કંપની એમજીઓ લીમીટ વધારી નહિ દઈને સિરામિક ઉદ્યોગ પાસેથી એકસ્ટ્રા ચાર્જ વસુલ કરી પ્રતિદિન ૫૦ લાખ રૂપિયા પડાવતી હોવાની ફરિયાદ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

મોરબીના સિરામિક ઉદ્યોગની જરૂરિયાત મુજબનો ગેસ સપ્લાય કરવાની ગેસ કંપનીએ આપેલી ખાતરી બાદ પીપળી રોડ પરની ગેસ સપ્લાયની સમસ્યાનું નિરાકરણ લાવવામાવ્યું હતું જોકે ગેસ કંપનીએ એમજીઓની મર્યાદા વધારી નથી અને નોન એમજીઓમાં ગેસ સપ્લાય કરીને રૂ ૫ વધારે વસુલીને સિરામિક ઉદ્યોગ પાસેથી પ્રતિદિન રૂ ૫૦ લાખ રૂપિયા પડાવાઇ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગેસ કંપનીની મનમાની સામે સિરામિક ઉદ્યોગમાં રોષ ફેલાયો છેઙ્ગઅને એમજીઓ લીમીટ નહિ વધારાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવા સહિતના આંદોલનની પણ તૈયારી કરવામાં આવી રહી છેઙ્ગમોરબીના પીપડી રોડ સહિતના વિસ્તારમાં ઘણા ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપનીઙ્ગસાથે એમજીઓ કરાર કરીને સસ્તો ગેસ લેવો છે જેથી કરીને વારંવાર ગુજરાત ગેસઙ્ગકંપનીમાં તેના માટે થઈને રજૂઆતો કરવામાં આવી રહી છે જોકે ગુજરાત ગેસ કંપનીઙ્ગદ્વારા સિરામિક ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરીને સસ્તો ગેસ દેવામાં આવતો નથીઙ્ગઅને કેટલાકને નવા કનેકશન લેવા છે તો તે કનેકશન પણ આપવામાં આવતા નથી મોરબીઙ્ગસીરામિક એસો.ના પ્રમુખ સહિતના હોદેદારોનીઙ્ગઙ્ગગત સાંજે ચાર વાગ્યે ગેસ કંપનીનાઙ્ગઅધિકારીની સાથે મિટિંગ હતી પરંતુ અધિકારી હાજર ન હોવાથી રાતના સાડા અગ્યારઙ્ગવાગ્યા સુધી તમામ હોદેદારો અને કારખાનેદારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસમાંઙ્ગબેઠા રહ્યા હતા.

(2:20 pm IST)