Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભારતીય મઝદુર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ધરણા-આવેદન

મોરબી, તા.૧૧:ભારતીય મઝદૂર સંઘ દ્વારા ગઇકાલેે મોરબી ખાતે વિવિધ ઉધોગોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ધરણા કરી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી છે.

ભારતીય મઝદૂર સંઘ મોરબી જીલ્લા દ્વારા આજે કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવા માટે સમયસર નિર્ણય ના લેવાતા કર્મચારીઓમાં નિરાશા અને અસંતોષ જોવા મળે છે જેથી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે આંગણવાડી કાર્યકર હેલ્પરને કેન્દ્ર સરકારે ઓકટોબર ૨૦૧૮ થી ૧૫૦૦ નો વધારો કર્યો છે રાજય સરકારે રૂ ૯૦૦ વધારો આપ્યો છે જેથી પગાર વધારો એરીયર્સ સાથે ચૂકવવો, રાજયના તમામ બોર્ડ નિગમના કર્મચારીઓને સાતમું પગારપંચ બાકી રહેલ ૧૦ માસના એરીયર્સનું તાત્કાલિક ચુકવણું કરવું, ગુજરાત રાજય લદ્યુતમ વેતન બોર્ડની પુન રચના કરવી, નગરપાલિકાના બાકી રહેતા કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવો, ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડની અમલવારી કરવી, રાજય માર્ગ વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવો.

તે ઉપરાંત ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના જીએસઓ પરિપત્રોમાં કોઈપણ જાતનો સુધારો વધારો કરવો નહિ રાજય બાંધકામ બોર્ડની રચના કરવી અને બે વર્ષની બાકી રહેલી શૈક્ષણિક સહાય ચૂકવવી, બોર્ડ નિગમમાં વર્ષ ૧૯૮૮ પછી દાખલ થયેલા રોજમદારોને છઠ્ઠા/ સાતમાં પગારધોરણનો લાભ આપવો, ઈ પી એફ પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો, સોલ્ટ વર્કસ માં કામ કરતા કામદારોને લદ્યુતમ વેતનનો વધારો કરવા જાહેરનામું બહાર પાડવું તેમજ આશાવર્કર બહેનોને ફિકસ પગાર ઉપરાંત જૂની પદ્ઘતિ મુજબ ઇન્સેન્ટીવ આપવા સહિતની માંગો સંતોષવા જણાવ્યું છે.

ધરણા અને આવેદન કાર્યક્રમ વેળાએ મોરબી જીલ્લા મઝદૂર સંદ્યના પ્રમુખ ડી એન ઝાલા, મંત્રી અમરશીભાઈ પટેલ અને મહિલા મંત્રી સવિતાબેન ડાભી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.

(2:19 pm IST)