Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મોરબી નગરપાલિકા વિસ્તારમાં હવે રાત્રીના ૨ સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશેઃ નામ નોંધણી કરાવવી

મોરબી, તા.૧૧: નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલ દુકાનો, સંસ્થા ધરાવતા વેપારીઓ માટે સારા સમાચાર છે ગુજરાત સરકારે તા. ૦૧-૦૫-૨૦૧૯ ના રોજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ કાયદો ૨૦૧૯ નોટીફાય કરી દીધેલ છે જે અંગે નામ નોંધણી કરાવવા પાલિકાએ જણાવ્યું છે.

સરકારના નવા કાયદા પ્રમાણે ગુજરાતના મોટા શહેરો રાષ્ટ્રીય ધોરી માર્ગ (નેશનલ હાઈવે), રેલ્વે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો તેમજ હોટેલ કે પેટ્રોલપંપ પરની તમામ દુકાનો, હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહ અને દવાખાના ચોવીસ કલાક ચાલુ રાખી શકાશે તેમજ નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઈવે પરની સંસ્થાઓ અને દુકાનો સવારે ૬ થી રાત્રીના ૨ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે એકટ મુજબ હવે પ્રીમાઈસીસ/દુકાનોમાં ૧૦ થી ઓછા કર્મચારી હોય તેનું શોપ લાયસન્સ એકટનું લાયસન્સ લેવાની જરૂરિયાત રહેતી નથી આ કાયદાની કલમ ૭ મુજબ લોકલ ઓથોરીટીને ઓનલાઈન જાણ કરવાની રહે છે ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ હોય તેને ફકત એક વખત રજીસ્ટ થવાનું રહે છે અને દર વર્ષે રીન્યુ કરવામાંથી મુકિત આપવામાં આવે છે

આ પ્રોસેસ https :// enaar.ujarat.ov.in વેબ્સાઈટ પર એકાઉન્ટ બનાવી પ્રોસેસ કરવાની રહેશે જેથી દુકાન જો ક્રમ એકમાં આવતી હોય તો ૨૪ કલાક ખુલ્લી રાખવા તેમજ ક્રમ ૨ માં આવતી હોય તો રાત્રીના ૨ સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે અરજી કરવા તા. ૧૪ ને શુક્રવારે સાંજે ૫ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે નોંધણી કરાવી શકાશે તેમ મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની યાદીમાં જણાવ્યું છે.

(2:19 pm IST)