Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મોરબીના જીવાપર-ચકમપર અને કેશવનગરના ગ્રામજનો ઘરદીઠ એક-એક વૃક્ષનો સંકલ્પ

મોરબી, તા.૧૧: હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોમીંગના ગંભીર પરિણામો ભોગવી રહી છે અને ગ્લોબલ વોમીંગ સામે એકમાત્ર લડત આપણે કરી શકીએ એ વૃક્ષારોપણની હોય જેથી મોરબી તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ પ્રવૃતિને વેગ આપવા અનોખું અભિયાન ચલાવાઈ રહયું છે જેમાં મોરબીના ત્રણ ગામોમાં ગામના ઘરદીઠ એક એક વૃક્ષના વાવેતરનો સંકલ્પ કરવામાં આવ્યો છે

સામાજિક અગ્રણી ડો. મનુભાઈ કૈલા દ્વારા ગામોમાં વધુને વધુ વૃક્ષોના વાવેતર થાય તે માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહયા છે અને સામાજિક અગ્રણીની અપીલ ગ્રામજનોને પણ અસર કરી ગઈ હોય તેમ તાજેતરમાં બેઠક યોજીને મોરબીના ત્રણ ગામોમાં ઘરદીઠ એક એક વૃક્ષનું વાવેતર કરીને તેની કાળજી લેવા માટે ગ્રામજનોએ સંકલ્પ લઇ લીધો છે મોરબી નજીક આવેલા જીવાપર ગામ તેમજ કેશવનગર ગામની બેઠક મળી હતી જે અંગે માહિતી આપતા અરવિંદભાઈ કાલરીયા જણાવે છે કે કેશવનગર અને જીવાપર ગામની બેઠક મળી હતી જેમાં બંને ગામોના દ્યરદીઠ એક એક વૃક્ષ વાવવાનું નક્કી કરાયું છે જેથી ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તો જીવાપર અને કેશવનગર ગામ ઉપરાંત મોરબીના ચકમપર ગામે પણ રાત્રીના મીટીંગ યોજવામાં આવી હતી જે મીટીંગમાં પણ સામાજિક અગ્રણીએ કરેલી અપીલને પગલે ચકમપર ગ્રામજનોએ પણ ઘરદીઠ એક વૃક્ષના વાવેતરનો સંકલ્પ કર્યો છે જેથી ત્રણ ગામો ૧૦૦૦ જેટલા વૃક્ષો વાવીને ગ્લોબલ વોમીંગ સામે લડત આપશે તો આ અભિયાન માત્ર ત્રણ ગામો પુરતું સીમિત ના રહેતા આગામી દિવસોમાં અન્ય ગામો પણ અભિયાનમાં જોડાશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.

(2:18 pm IST)