Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

તુ મારી પત્નિ સામે કેમ જોવે છે? તેમ કહીને થાનગઢમાં મુકેશ વણજારાની હત્યા

વઢવાણ તા. ૧૧ :.. સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢમાં 'પત્નિ'ની સામુ જોવા મુદે યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢમાં શ્રીરામ પોટી બજરંગ કોડીયા બનાવવાના કારખાનામાં ટ્રેકટર લઇને મુકેશ સુંદરજી વણજારા જઇ રહ્યો હતો.

ત્યારે ઇસાજી સુરાજી વણજારાએ 'તુ મારી પત્ની સામે શુ કામ જોવે છે ?' તેમ કહીને હથિયારના ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજયું હતું.

આ બનાવ અંગે ખીમજી સુંદરજી વણજારાએ પોલીસ ફરીયાદ કરી છે.

થાનગઢમાં ૮ મહિનામાં હત્યાના ૬ બનાવ બન્યા છે.

(2:17 pm IST)