Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લખતરના ઓળક ગામની યુવતીને ભગાડી જવાના પ્રકરણમાં ઉપવાસની ચિમકી

વઢવાણ તા ૧૧  : લખતર ઓળક ગામની યુવતીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાવવા છતાંલખતર પોલીસ દ્વારા તપાસ ન થતા ઓળક ગામના રહીશો દ્વારા લખતર પોલીસ વિરૂધધ આવેદન આપ્યું હતું.

વિગત મુજબ નટુભાઇ જેકાભાઇ કોઠારીયાની દીકરીને ઓળક ગામનો શખ્સ પ્રવીણભાઇ ઉર્ફે હકો સોમાભાઇ મજેઠીયા ભગાડી ગયેલ છે, જે બાબતની જાણ ોખતર પોલીસ સ્ટેશનમાં ૨૪.૫.૧૯ ના રોજ કરેલ છે, પરંતુ ોખતર પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી અને અરજદારના આવેદન પત્રમાં જણાવ્યા મુજબ પોલીસ દ્વારા તેઓને ભમકાવવામાં આવે છે અને તમો દીકરાવાળાના ઘરે શા માટે જાવ છો અને છોકરાના ઘરવાળા તરફથી એવી ધમકી અપાય છે કે, તમારે જે કરવું હોય તે કરી લો છોકરીને મારી નાંખશુ પણ તમોને પરત કરશું નહીં, આથી છોકરીવાળા દ્વારા ોખતર પોલીસ વિરૂધ્ધમાં લખતર મામલતદારશ્રીને આવેદન પત્ર આપી લખતર પોલીસ સ્ટેશન સામે ઉપવાસ ઉપર ઉતરવાની ોેખીતમાં ચિમકી ઉચ્ચારી છે.

(2:16 pm IST)