Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમરેલી જીલ્લામાં હવામાનમાં પલ્ટોઃ વાદળા છવાતા ગરમીમાં રાહત

અમરેલી તા. ૧૧: અમરેલી જિલ્લામાં સખત ગરમી વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવતા વાદળો છવાયા હતા અને ગરમીથી મહદ અંશે રાહતનો અનુભવ થયો હતો.જિલ્લામાં ૪ર થી ૪પ ડીગ્રી વચ્ચે રહેલ તાપમાનથી જનજીવન આકુળ વ્યાકુળ બની ગયું હતું. ગઇકાલે બપોર બાદ ચાર કલાકથી વાદળો છવાતા લોકોએ ગરમીમાં મહદ અંશે રાહત અનુભવી હતી.જોકે બફારો યથાવત રહેતા પરસેવે રીતસર લોકો નહાતા નજરે ચડયા હતા. આજ સવારથી પવનની ગતી તેજ છે ગરમીમાં થોડી રાહત અનુભવવાની આશા દેખાઇ આવે છે.

(2:16 pm IST)