Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

શાપરના પારડીમાં દેશી દારૂના જથ્થા સાથે લાખી માલાણી પકડાઈ

શાપર-વેરાવળઃ રૂરલ એસપી બલરામ મીણાની સૂચનાથી શાપર વેરાવળના પારડી વિસ્તારમાં દેશી દારૂની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમા પારડીના શીતળા માતાના મંદિર પાછળ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એલસીબીના પીઆઈ એમ.એન. રાણા, પીએસઆઈ એચ.એ. જાડેજા, હેડ કોન્સ. રમેશભાઈ બોદર, જયેન્દ્રસિંહ વાઘેલા તથા પરાક્રમસિંહ ઝાલા સહિતે દરોડો પાડી રૂ. ૮૨૦૦ની કિંમતનો ૪૧૦ લીટર દેશી દારૂ સાથે લાખી ચનાભાઈ માલાણીને પકડી લઈ કાર્યવાહી કરી હતી (તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર)

(2:12 pm IST)