Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

એસ્સાર પોર્ટે એપ્રિલ-મે, ર૦૧૯ માં કાર્ગો થ્રુપુટમાં વિક્રમ વૃધ્ધિ

જામનગર તા. ૧૧ :.. ભારતમાં પૂર્વ અને પશ્ચિમનાં બંદરો પરથી કાર્યરત એસ્સારનાં પોર્ટ બિઝનેસ ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ બે મહિનામાં (એપ્રિલથી મે-ર૦૧૯), કાર્ગો વોલ્યુમમાં ર૯ ટકાની વૃધ્ધિ નોંધાવી છે, જેમાં થ્રુપુટ ૯.રએમ.ટી., (મીલીયન ટન) છે.

જયારે ગયા નાણાકીય વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં કરવામાં આવે, ત્યારે થર્ડ-પાર્ટી કાર્ગોમાં ૧૩૧ ટકાનો વધારો થયો છે. કેપ્ટિવ ગ્રાહકો પાસેથી કાર્ગો વોલ્યુમમાં પણ ૧૧ ટકાનો વધારો થયો છે.

    

 

એપ્રિલ-મે'૧૯ (એમટીમાં)

એપ્રિલ-મે'૧૮ (એમ.ટી.માં)

વૃધ્ધિ (%)

કુલ કાર્ગો

૯.ર

૭.ર

ર૯ ટકા

કેપ્ટિવ કાર્ગો

૬.૭

૬.૧

૧૧ ટકા

થર્ડ-પાર્ટી કાર્ગો

ર.પ

૧.૧

૧૩૧ ટકા

મે. ર૦૧૯ નાં મહિનામાં જ ચાર ટર્મિનલ્સે સંયુકતપણે આશરે ૪.૮ એમ.ટી. કાર્ગોનું સંચાલન કર્યુ હતું. જે મે, ર૦૧૮ માં સંચાલિત ૩.૬ એમ. ટી. કાર્ગોની સરખામણીમાં ૩૪ ટકાની વૃધ્ધી છે.

(2:08 pm IST)