Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમરેલીના લાઠીમાં અખિલ ગુજરાત સુન્ની મુસ્લિમ ચામડીયા ખાટકી સમાજની મીની ફોન્ફરન્સ યોજાઇ

અમરેલી તા.૧૧ :  અમરેલી જીલ્લાના લાઠી ખાતે તા.૬/૬/૨૦૧૯ ન રોજ હજરત શાહગોરા પીરનું ઉર્સ મુબારક યોજાયું હતું, ઉર્ષ મુબારકની રાત્રીએ અખિલ ગુજરાત સુન્ની મુસ્લિમ ચામડીયા ખાટકી સમાજની એક મીની કોન્ફ્રેસ મળી હતી જેમાં સમસ્ત ચામડીયા ખાટકી સમાજ ઉપસ્થિત રહેલ હતો આ મિટિંગમાં આગેવાનો દ્વારા સમાજમાં ચાલતા કુ રિવાજો નાબૂદ કરવા ખાસ હાકલ કરવામાં આવી હતી અને દીની તેમજ દુન્યવી તાલીમ મેળવવા ખાસ ભાર મુકેલ હતો,

આ મીની કોન્ફ્રેંસમાં ચામડીયા ખાટકી સમાજમાં સંગઠન મજબૂત કરવા તેમજ સારા નરસા પ્રંસગો સાદગી રીતે ઉજવવા ખાસ ભાર મુકવામાં આવેલ હતો,સમાજમાં કુ રિવાજોના કારણે સમાજ દિનથી અલગ થતો જઈ રહયો છે,જેના કારણે આવનારી પેઢીમાં કુ રિવાજો ઘર કરી જશે અને તેના કારણે સમાજમાં મોટું નુકશાન વેઠવું પડશે,સગાઇ પ્રથા બંધ કરવી જોયે અને લગ્નમાં ઓછા માણસો જાનમાં લઇ જવા જોઈએ જેથી સામેના વ્યકિતને આર્થિક બોજ સહન ના કરવો પડે આવા વિવિધ મુદ્દે ચામડીયા ખાટકી સમાજના આગેવાનોએ ચર્ચા વિમર્શ કરેલ હતા મિટિંગમાં નવાગઢ ગામના આગેવાન હસનભાઈ એ બાવનકા(સિવિલ એન્જીનીયર) તેમજ હબીબભાઇ તરકવાડીયા જસદણ વાળાએ સમગ્ર મીટીંગનું આયોજન કરેલ હતું અને જેમાં સમાજના આગેવાનો ગામેગામથી હાજરી આપેલ હતી.

(2:07 pm IST)