Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમરેલી જિલ્લાના તાલુકામાં સેમિનાર કૃષિ પ્રદર્શનના કાર્યક્રમો યોજાશે

૧૬-૧૭ જૂને કૃષિ મહોત્સવ અંતર્ગત

અમરેલી, તા.૧૧: રાજયમાં કૃષિ ક્ષેત્રેમાં ગ્રામ્ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ઘતિઓ, જળ સંચય અને વિજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજય સરકારનો આગવો અભિગમ રહ્યો છે. જેમાં કૃષિ લક્ષી અને ગ્રામ વિકાસને લગતા કાર્યક્રમોનું આયોજન કરી કૃષિ સહાય, વૈજ્ઞાનિક માર્ગદર્શન સ્થાનિક કક્ષા એ ઉપલબ્ધ કરાવવા તેમજ ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકૂળતા રહે તે માટે તા.૧૬/૦૬/૨૦૧૯ અને ૧૭/૦૬/૨૦૧૯ ના રોજ કૃષિ મહોત્સવ-૨૦૧૯ યોજાશે.

અમરેલી જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ સેમિનાર અને કૃષિ પ્રદર્શન-કમ-વેચાણના કૃષિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ સેમિનાર સવારે ૯ થી બપોરના ૧ સુધી યોજાશે જયારે પ્રદર્શન સવારના ૮:૩૦ વાગ્યાથી સાંજના ૬ૅં૦૦ સુધી યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ/ બાગાયત/ પશુપાલન/ મત્સ્યપાલન વગેરેમાંથી લાગુ પડતી પ્રવૃત્ત્િ। માટે ખેતીવાડી શાખાના સ્ટોલ ઉપરથી ખેડૂતોને ટેકનિકલ સાહિત્ય ઉપરાંત લાગુ પડતી રાજય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ અંગેના સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે.

કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતો દ્વારા સેમિનારમાં ખેડૂતોને પાકો અંગે માર્ગદર્શન તથા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવશે. વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ, પાક વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અંગેની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત જંગલ ખાતા મારફતે રોપાઓનું બુકીંગ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન જેમને એવોર્ડ મળેલા હોય તેવા ખેડૂતોનું જાહેરમાં સન્માન પણ કરવામાં આવશે. GGRC દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરી તાલુકાના વધુમાં વધુ ગામો સૂક્ષ્મ પિયત પદ્ઘતિ નીચે આવરી લેવાં આવનાર છે. અમરેલી તાલુકામાં નવા ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે તેમજ કુંકાવાવ તાલુકામાં બી.આર.સી. ભવન ખાતે અને અન્ય તાલુકાઓમાં સંબંધિત એપીએમસી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે. કે. પટેલની યાદીમાં જણાવેલ છે.

(2:07 pm IST)