Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભાટીયા આડેધડ પાર્ક કરતા ૧૩ વાહન ચાલકો સામે કાર્યવાહી

ખંભાળીયા તા. ૧૧ : જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચનાથી જિલ્લા ટ્રાફીક વિભાગ તથા ભાટીયા પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફીક ડ્રાઇવ કરવામાં આવી હતી શહેરમાં આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોથી ટ્રાફીક સહિતની સમસ્યાઓ ઉદ્દભવતા ભાટીયા આઉટ પોસ્ટ પોલીસ ચોકીના પીએસઆઇ કે.એન.ઠાકરીયા તથા પોલીસ ટીમ દ્વારા શહેરમાં આડેધડ પાર્ક કરવામાં વાહન ચાલકો ઉપર કાર્યવાહી હાથ ધરતા નાના-મોટા ૧૦ વાહન ચાલકો વિરૂદ્ધ કલમ ર૮૩ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જયારે ૩ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસની ટ્રાફીક ડ્રાઇવથી વાહન ચાલકોએ શેરીઓ બદલાવી હતી.

(2:06 pm IST)