Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

કલ્યાણપુરના કેનેડી નજીક પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના કર્મચારીની આંખમાં ચટણી છાંટીને લોખંડના દસ્તાથી હુમલો

ખંભાળીયા, તા., ૧૧: કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા અને ખાખરડા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અરવિંદ જેઠાભાઇ ખાણધર ફરજ દરમ્યાન કેનેડીથી એકલીયા હનુમાન જવાના રસ્તે પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા તે દરમ્યાન ત્યારે બાઇકમાં સવાર બે અજાણ્યા શખ્સોએ ફરીયાદીના મોટર સાયકલને અવર ટેક કરી હેન્ડલ સાથે અથડાવી મોટર સાયકલ   પાડી દીધા બાદ ફરીયાદીની આંખમાં મરચાની ભુકી છાંટી દઇ લોખંડના દસ્તા જેવા ટુકડા વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી શરીરે ઇજા કરી નાસી છુટતા ઇજાગ્રસ્ત અરવિંદભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર ચાલુ સરકારી ફરજમાં હોય આથી બંન્ને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ તેમજ આઇપીસી ૩રપ, ૩ર૪, ૩ર૩, ૩૩ર, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ભાટીયા પીએસઆઇ કે.એન.ઠાકરીયા ચલાવી રહયા છે.

હંસ્થળમાં ટ્રેકટર પરથી પડી જતા વૃધ્ધનું મોત

ખંભાળીયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા પરબતભાઇ ચનાભાઇ માડમ (ઉ.વ.૭૦) ગત તા.૧૦ ના રોજ તેમના ઘરના ઢાળ પાસે ટ્રેકટર મુકયું હોય જે બાદ ટ્રેકટર પર ચડવા જતા પગ ગીયર પર મુકી દેતા ટ્રેકટર ફ્રી થઇ ચાલી જતા મૃતક ટ્રેકટર  પરથી નીચે પડી જતા ટ્રેકટર શરીર પર ફરી વળતા મોત નિપજયું હતું. આ અંગે તેમના પુત્ર મેરામણ પરબતભાઇ માડમે પોલીસમાં વિગત જાહેર કરેલ છે.

મીઠાપુરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મીઠાપુરના ઉદ્યોગનગર હુસેની ચોકમાં કેટલાક શખ્સો જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા જુગાર રમતી રહેલા ચાર શખ્સોને રોકડ રૂ. ૧૦,૧૯૦ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રેના હુશેની ચોકમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા અલી અસગર સુમાર,  કાસમ મામદ લાડક, રઝાક  જુસબ સુંભણીયા, હનીફ ઇસા નોડેને રોકડ રૂ. ૧૦,૧૯૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી મીઠાપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

(2:05 pm IST)