Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

'અમારે તો ભણવું છે....' વિજયભાઈ રૂપાણીએ સાસણમાં બાળકોને અભ્યાસ માટે ખાત્રી આપીઃ અંજલીબેને મહિલાઓના હાલ પૂછયા

જૂનાગઢઃ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી આજે સાસણ ગીરની મુલાકાતે આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેને સાસણગીરમાં લોકોને મળીને તેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ તકે લોકોએ પોતાના બાળકોના અભ્યાસ અંગે ચિંતા વ્યકત કરતા સાસણ ગીરમાં રહેતા લોકોએ જણાવ્યુ હતુ કે, અમારે તો અમારા બાળકોને ભણાવવા છે, બાળકોએ પણ કહ્યુ હતુ કે અમારે તો ભણવંુ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકાર આ બાળકોના અભ્યાસ માટે આગળ વધશે તેમ જણાવ્યુ હતું.

શ્રીમતિ અંજલીબેન રૂપાણી પણ સાસણ ગીરમા રહેતા મહિલાઓ સાથે ચર્ચા વિચારણા કરી અને હળવા હૈયે વાતો કરી હતી. તેમજ તેમની દિકરીઓ કેવી પરિસ્થિતિમાં રહે છે ? તે અંગેની વિગતો જાણી હતી.

તાજેતરમાં દિપડાના હુમલાનો ભોગ બનેલ એક બાળકને પણ વિજયભાઈ રૂપાણી મળ્યા હતા અને  કેવી રીતે હુમલાનો ભોગ બન્યો હતો ? તે અંગે વિગત જાણી હતી.

(12:33 pm IST)