Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગિરનાર રોપવેનું કામ ૭૦ ટકા પૂર્ણ, માલવાહક રોપવે પુરજોશમાં કાર્યરત

જુનાગઢ તા ૧૧ : જુનાગઢ શહેરને વિશાળ પ્રવાસધામનો દરજ્જો અપાવનારી ગિરનાર પર્વત ઉપરની રોપ-વે-યોજનાનું ૭૦  ટકા કામ પુરૂ થયું છે અને ટુંક સમયમાંજ તેની ટ્રાયલ શરૂ કરી દેવાશે.

આ યોજનાના સુત્રોએ જણાવ્યું હતું કે પહાડ ઉપર આ યોજનાનો માલસામાન લઇ જવા માટેમાલવાહક રોપ-વે પુરજોશમાં કાર્યરત છે. કામગીરી માટે વજનદાર ટ્રેકટરનેરોપ-વે દ્વારા ઉપર લઇ જવામાં આવ્યું હતું, ત્યારબાદ બે ટન વજનના ટ્રેકટરને ૧૨૦૦ પગથીયે લઇ જવામાં આવ્યું હતું. ગિરનાર તળેટીથી અંબાજીના શીખર સુધી આ યોજના કાર્યરત થવાની છે.

(12:18 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છની સાગરકાંઠા પર આવેલ તમામ સ્કૂલ-કોલેજો આવતીકાલ અને ગુરુવાર એમ ૨ દિવસ બંધ રાખવાના હુકમો : ગુરુવારે વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના સાગરકાંઠે ત્રાટકશે તે સંદર્ભે આ હુકમો થયા છે. access_time 8:41 pm IST

  • 'સી ડીવી' નામના ભારે વાયરલ રોગચાળાને લીધે જે ૩૬ ગીરના સિંહોને ૮ મહિના સુધી અલગ રાખવામાં આવેલ તેને હવે ફરી કયારેય જંગલમાં છોડી દેવામાં આવશે નહિઃ જંગલ ખાતાના અધિકારી વર્તુળો જણાવે છે access_time 3:28 pm IST

  • વાયુ વાવાઝોડુ આવતી કાલે બપોર સુધીમાં મુંબઈથી અઢીસો કિલોમીટર દૂર પહોંચી જશે. સમુદ્ર થી દૂર રહેવું હિતાવહ હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે આજે રાત્રે ટ્વિટ ઉપર જાહેર કર્યું છે. સમુદ્રની તોફાની સ્થિતિ અને પવન ફૂંકાતો રહેશે. લોકોની સલામતી માટે વધારાના પોલીસ અને કોર્પોરેશનના ઓફિસરો દરિયાઈ વિસ્તારોમાં મુકવામાં આવે તેવી સંભાવના છે. અક્ષય દેવરસ પોતાના ટ્વિટમાં જણાવે છે કે વાયુ વાવાઝોડુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની સમાંતરે ઉત્તર દિશામાં સતત આગળ વધશે અને ગુજરાતનો દક્ષિણ સાગરકાંઠો આવતીકાલે 12 જૂનના બપોર પછી અને 13 જૂનના રોજ સતત હાઇ એલર્ટ ઉપર રહેશે. આ સમયે 13 જૂનના દિવસે અતિ ભારે વરસાદ અને નુકસાન પહોંચાડે તેઓ તોફાની પવન ફૂંકાશે. access_time 12:02 am IST