Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગારીયાધાર પીપલ્સ શરાફી સહ. મંડળીની ચુંટણીમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય

ગારીયાધાર તા ૧૧  :  ગારીયાધાર શહેરમાં ચાલતી પીપલ્સ શરાફી મંડળીની ચુંટણીમાં ભાજપા પ્રેરીત કે.ડી. પરમારની પેનલનો જંગી  બહુમતી સાથે વિજય થવા પામ્યો. આ જીતથી કે.ડી. પરમાર સતત પાંચમી વખત મંડળીના પ્રમુખ તરીકે સ્થાન જાળવી રાખવામાં સફળ થયા હતા.

તા.૯ ના રોજ ચુંટણી બેલેટ પેપર પર યોજાઇ હતી, જેમાં વહેલી સવારે ૮ કલાકથી સાંજે ૪ કલાક સુધીમાં મંડળીના ૧૩૫૦ મતો પૈકી ૮૦૦ મતોનું વોટીંગ થયું હતું. જેમાં પ્રમુખ સ્થાને બે ઉમેદવારો અને વ્યવસ્થા કમીટીના સભ્ય માટે નવ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.

જે ચુંટણીનું પરીણામ સાંજે ૮ કલાકે ભાજપા  પ્રેરીત વ્યવસ્થા કમીટીના ૬ સદસ્યો જંગી બહુમતીથી વિજયી થયા હતા., જયારે પ્રમુખનું પરીણામ રાત્રે ૧૦ કલાકે કે.ડી. પરમારને ૬૮૦ મતો સાથે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. જયારે સામા પક્ષે ગોવિંદભાઇ મોરડીયાને ૧૪૮ મતો મળવા પામ્યા હતા.

સમગ્ર ચુંટણીના ૮૪૦ મતોમાં વિજયી થયેલા ૬ સભ્યોમાં ભુપતભાઇ પરમારને ૬૯૯ મતો સાથે સોૈથી વધારે મતો મળવા પામ્યા હતા. નવ ઉમેદવારોની ચુંટણીમાં સોૈથી ઓછા મત આસીફ પોરડીયાને ૧૯૧ મત મળવા પામ્યા હતા.

ઉલ્લેખનીય છે કે માજી જી.પં. ના ચેરમેન અને હાલ જી.પં.ના સદસ્ય ગોવિંદભાઇને મંડળી જેવી ચુંટણીમાં હારનો સામનો કરવો પડયો છે જે નોંધનીય બાબત છે.

(12:18 pm IST)
  • પાલેજ - નારેશ્વર માર્ગ પર સારીંગ પાસેથી આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો : આરોપીઓ રફુચક્કર : ટેમ્પોમાંથી કુલ નાની મોટી ૪૨૨૪ બોટલ સહીત ૨૬,૯૦ લાખનો મુદામાલ જપ્ત access_time 1:53 pm IST

  • દેશના પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલની આજે સતત બીજા દિવસે દસ કલાક સુધી ઇડીએ પૂછપરછ કરી હતી અને તેમને ફરીથી આવતીકાલે 12 જુનના રોજ એર ઇન્ડિયા સીટ શેરિંગ કેસમાં ઇડી સમક્ષ ઉપસ્થિત થવા જણાવાયું છે. access_time 11:46 pm IST

  • 'વાયુ' ઝંઝાવાત વધુ ઉગ્ર બનતું જાય છે : વેરાવળથી ૪૭૦ કી.મી. દૂર પહોંચ્યું : ૧૪૦ થી ૧૫૦ કી.મી. ઝડપે મહાભયાનક સ્પીડ સાથે ત્રાટકશે : જે ૧૬૫ કી.મી. થવા સંભવ છે તેમ આધારભૂત સુત્રોના હવાલાથી જાણવા મળે છે.

    access_time 11:56 pm IST