Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ બહાર ખાનગી બસોનો ત્રાસ

કલાકો સુધી ટ્રાફિક જામઃબસ સ્ટેન્ડની આજુબાજુ ટ્રાવેલ્સની ઓફીસો દૂર ખસેડો

વઢવાણ, તા.૧૦: સુરેન્દ્રનગર જિલ્લા માં ખાનગી બસ ના અનેક નાના મોટા રૂટો ચાલી રહ્યા છે. ખાસ કરી અમદાવાદ , રાજકોટ ની દર ૨૦ મિનિટે એક ખાનગી બસ ભરવા માં આવી રહી છે. મોટા ભાગ ની બસો રાજકોટ અમદાવાદ પાટે રાજકારણીઓ ની ચાલે છે.

ખાનગી બસો જકાત નાકે થી ભરાય છે.જયારે  ખાનગી બુસો મિલન ટોકીઝ પાસે થી ઉપાડવા માં આવે છે. ખાનગી બસ નું સ્ટેન્ડ જકાત નાકુ હોવા છતાં આ બસ બસ સ્ટેન્ડ બાર થી ભરવા માં આવી રહી છે.ત્યારે આ ખાનગી  બસ બસ સ્ટેન્ડ બાર થીજ  પેસેન્જરો ને બોલાવી ને એસટી ને માર આપવા માં આવી રહી છે.ત્યારે આ ખાનગી બસો ટ્રાફિક પણ આ બસ સ્ટેન્ડ પાસે ખૂબ જામ કરે છે.રોડ વચ્ચે પોતાની બસો રાખી ટ્રાફીક જામ કરવા માં આવી રહી છે.ત્યારે આ ખાનગી બસો  રહેમ નઝર હેઠળ ચાલતી હોવાની લોકો માં ચર્ચા ફેલાઇ છે.

ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપો પણ હાલ ખૂબ ખાડે ગયું છે. દર વર્ષે સુરેન્દ્રનગર ડેપો કરોડો રૂપિયાની ખોટ કરી રહ્યું છે.

(12:15 pm IST)