Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જેતપુરના ટીંબડી પાસે બે બાઇક સામ-સામે અથડાતાં પાંચને ઇજા

ખારચીયાના ત્રણ વ્યકિત અને જેતલસરના પિત્રાઇ બંધુને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૧: જેતપુરના ટીંબડી નજીક બે બાઇક સામ-સામે અથડાતાં પાંચને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ઇજાગ્રસ્તોમાં જેતલસરના લલીત રાઘવભાઇ ગોહેલ (ઉ.૧૭) તથા તેના પિત્રાઇ ભાઇ વિશાલ પ્રવિણભાઇ ગોહેલ (ઉ.૧૮) અને ખારચીયાના કાળુ બાબુભાઇ બારૈયા (ઉ.૨૫), તેની સાથેના મંજુબેન  (ઉ.૪૦) અને કલ્પેશ કાળુભાઇ (ઉ.૫)ને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જેતપુર જાણ કરી હતી. લલીત અને વિશાલ બંને કોૈટુંબીક ભાઇઓ ટીંબડી બહેનની ઘરે ગયા હતાં. ત્યાંથી પરત જેતલસર આવી રહ્યા હતાં ત્યારે સામેથી ખારચીયાના યુવાનનું બાઇક અથડાયું હતું.

(12:09 pm IST)