Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

હળવદમાં ભાજપના સન્માન સમારંભ અંગે ચર્ચા લોકસભ્યને ગેરહાજર રખાયા પાછળ કોનું ભેજુ ? ઉઠતો સવાલ

હળવદ તા.૧૧ : રવિવારે અહીની આસ્થા સ્પીન ટેક્ષ ફેકટરીના મેદાન તાજેતરમાં ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના પરસોતમ સાબરીયાનો પાત્રીસ હજાર જેટલા મતોથી રેકોર્ડ બ્રેક વિજય થયો હતો. જયારે લોકસભાની પણ ચુંટણીમાં પણ ભાજપના સુશિક્ષિત ઉમેદવાર ડોકટર મુંજપરાનો પણ વિજય થયો હતો આ વિધાનસભા સીટમાં ડોકટર મુંજપરાને ચાલીસ હજાર જેટલા મતોની લીડ મળી હતી. આ બન્ને ચુંટાયેલ લોક પ્રતિનિધિઓને સન્માનવાનો કાર્યક્રમ લગભગ બધીજ જ્ઞાતિઓ દ્વારા નકકી થયો હતો. અને કાર્યક્રમમાં લોકસભ્ય હાજર નહી હોવાથી હાજર રહેલ લોકોમાં સવાલ ઉઠી રહ્યા હતા કે સાંસદ કેમ હાજર નથી. ? ત્યાર બાદ હાજર લોકોમાં એક બીજા ના કાનમાં વહેતી થયેલ વાત મુજબ સાંસદ ગેરહાજર નથી રહ્યા પરંતુ ગેરહાજર રાખવામાં આવ્યા છે.

ભાજપનાં જ ધારાસભ્યના સન્માન સમારંભમાં ભાજપના જ સાંસદને ગેરહાજર રાખવા પાછળ કયાં સ્થાનિક નેતાનું ભેજુ કામ કરી રહ્યુ઼ છે ? અને આવું રાજકારણ કયાં કારણોથી રમાઇ રહ્યું છે. ? એવા સવાલો શરૂ થઇ ગયા હતા. સાચું કારણ તો જે હોઇ તે પણ લોકના મોઢે ગરણા તો નથી બંધાતા પરંતુ હળવદના રાજકારણ માટે ટોક ઓફ ધી ટાઉન બનેલો મુદ્દો એ છેકે ભાજપના ચુંટાયેલા ધારાસભ્યના સન્માનમાં કોઇ નેતા હાજરી આપે તો એ શું પાર્ટી વિરૂદ્ધનું કાર્ય ગણાય ? હાજરીથી શું પાર્ટીને કાઇ મોટું નુકશાન થવાનું હતું ? કે પછી કોંગ્રેસમાંથી ભાજપમાં ભળીને પણ ચુંટાયા એ વાત કોને કોને નથી ગમી ? આવા નાનામોટા પ્રશ્નોની ચર્ચાઓએ જોર પકડયું છે.

હાલમાં આ બાબતે વધુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ આવા મુદ્દાઓથી ભાજપની સાખ ઉપર બટ્ટો લાગી રહ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

(12:05 pm IST)