Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઉનાને જોડતા હાઇવેના નબળા કામની ફરીયાદોઃ તપાસ કરીને પગલા લેવા માંગણી

ઉના, તા., ૧૧: સામાજીક આગેવાન રસીકભાઇ ચાવડાએ રીજીયોનલ મેનેજર નેશનલ હાઇવે ઓથોરીટી ગાંધીનગરને પત્ર લખીને રજુઆતમાં ભાવનગર સોમનાથ હાઇવેમાં નબળી કામગીરીની તપાસ કરવા માંગ કરી છે.

રજુઆતમાં જણાવેલ છે કે ઓથોરીટી દ્વારા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનું કામ પ્રગતીમાં છે. જેમાં કાગવદરથી ઉના કામ આપવામાં આવેલ છે. આ એજન્સી દ્વારા ડીપીઆરની જોગવાઇ અને અંદાજ મુજબ નબળી કામગીરી કરવામાં આવી રહી છે. રાપર હાઇવેમાં આવતા નાળાઓ ઉપર બોકસ કલવર્ટની જગ્યાએ જર્જરીત નાળાને રીનોવેશન કરીને કામગીરી કરવામાં આવે છે. જેના કારણે ગંભીર પ્રકારના અકસ્માતો થવાની સંભાવના છે તે આ તમામ બાબતોને ધ્યાને લઇ કાયદેસરના પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

(12:04 pm IST)