Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગોંડલના વાસાવડ આરોગ્ય ખાતામાં તબીબની ભરતી કરવા સરપંચ બકુલભાઇ જયસ્વાલની માંગણી

ગોંડલ તા ૧૧  : ગોંડલ તાલુકાના વાસાવડ ગામે છેલ્લા ત્રણ વર્ષથી લોકોના આરોગ્યની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જે સરાહનીય છે, જયારે પ્રા. સા. કેન્દ્ર શરૂ થયેલ ત્યારથી અહીં કોઇ કાયમી એમબીબીએસ ડો. ની ભરતી  કરવામાં આવેલ નથી તેમજ આજદિન સુધી ચાર્જના મેડીકલ ઓફિસર દ્વારા કામગીરી લેવામાં આવે છે, તેમજ આ ગામમાં પ્રા.સા.કેન્દ્ર વાસાવડ ખાતે કાયમી ફાર્માસીસ્ટની પણ ભરતી થયેલ નથી.

વાસાવડ ગામ આર્થીક રીતે પછાત હોય તેમના લાભાર્થે સરકાર દ્વારા આરોગ્ય સુવિધામાં વધારા હેતુથી પ્રા.સા. કેન્દ્રને મંજુરી આપેલ હોય, પરંતુ મુખ્ય સ્ટાફની સમસ્યા માટે કાયમી ઉકેલ ના આવે ત્યાં સુધી આરોગ્ય કેન્દ્ર લોકોને આરોગ્ય સુવિધા આપવા સક્ષમ નથી.

ગામની અંદર પ્રાઇવેટ હોસ્પીટલ કે અન્ય આરોગ્ય સેવા નજીકમાં કોઇ સુવિધા ન હોવાને કારણે લોકોને પોતાની સામાન્ય આરોગ્ય સેવા લેવા માટે ૪૦ કિ.મી. દુર ગોંડલ સુધી જવું પડે છે. તેમ સરપંચ બકુલભાઇ જયસ્વાલે જણાવેલ કે અમે લેખીતમાં ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય ખાતુ, રાજકોટ, તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ને લેખીતમાં જાણ કરવામાં આવેલ છે.

(12:03 pm IST)
  • વાંસદા તાલુકામાં ધોધમારૂ વરૂસાદ વાંસદા તાલુકાના વાતાવરૂણમાં પલટો : ધોધમારૂ વરૂસાદની શરૃઆત : ખેડૂતોમાં ખુશી : વાતાવરૂણમાં પલટાથી ભયંકરૂ બફારો અને ગરૂમીથી રાહત access_time 6:17 pm IST

  • પાલેજ - નારેશ્વર માર્ગ પર સારીંગ પાસેથી આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો : આરોપીઓ રફુચક્કર : ટેમ્પોમાંથી કુલ નાની મોટી ૪૨૨૪ બોટલ સહીત ૨૬,૯૦ લાખનો મુદામાલ જપ્ત access_time 1:53 pm IST

  • રાજય કક્ષાના પ્રૂધાનોને પણ નરેન્દ્રૂભાઈ જવાબદારી સોંપશે મળતી વિગતો મુજબ રાજય કક્ષાના કેન્દ્રીય પ્રૂધાનો માટે નરેન્દ્રૂ ભાઈ ચોક્કસ જવાબદારીઓ સોંપવાની દિશામાં આગળ વધી રૂહ્યા છે. તેઓ કેબિનેટ પ્રૂધાનોને તેમના સહયોગી રાજયકક્ષાના પ્રૂધાનોને પૂરૂતી જવાબદારીઓ સોંપવાની સૂચના આપી રૂહ્યાનું પણ જાણવા મળે છે. access_time 6:13 pm IST