Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

માણાવદર તાલુકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા - ૮ થી ૯ દિ'એ વિતરણ

માણાવદર તા.૧૧ : શહેરમાં ૮ થી ૯ દિવસે પીવાના પાણીની ખુદ કેબીનેટ મીનીસ્ટરના મત વિસ્તારમાં મળે છે ત્યારે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. હાલ શહેરમાં ૮ થી ૯ દિવસે પાણી મળે છે. જેમાં પાલિકા પાસેના બોર કૂવા ડૂકવા લાગ્યાની વાત કરે છે. નર્મદા યોજના પાઇપલાઇન હેઠળ જ આધાર રહ્યો છે ત્યારે પ્રજાજનોમાં રોષ ફેલાયો છે.

પાલિકા દ્વારા આગોતરા આયોજનનો અભાવ પ્રજાજનો મુશ્કેલી અનુભવી છે કેમકે અગાઉ એરિયા વાઇઝ બોર કરી કેરબા મુકયા તે વ્યવસ્થા ન થઇ તથા પા.પુ.બોર્ડની ઓછા પાણી પુરવઠો અપાતો હોવાની વાત છે ત્યારે તાલુકાના ૧૫ થી ૨૦ ગામડાના પીવાના પાણીની ગંભીર સ્થિતિ હોવાની તા.પં.પ્રમુખશ્રી દક્ષાબેન વરજાંગભાઇ ઝાલાએ વાતચીતમાં જણાવેલ તે અંગે તેઓએ ઉચ્ચકક્ષાએ અગાઉ રજૂઆત કરી છે. બોર અથવા ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવા જણાવેલ છે તો પા.પુ.બોર્ડ દ્વારા અપાતુ પાણી છેવાડાના ગામડામાં ઓછા ફોર્સની તકલીફ છે. વધુ વ્યવસ્થા તાલુકાની જનતા માટે કરવી જોઇએ.

(12:01 pm IST)
  • નવસારી : વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો : વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ ની શરૂઆત : વાંસદા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી : વાંસદા તાલુકામાં આવેલ વાતાવરણમાં પલટા થી લોકોને ગરમીમાં રાહત access_time 4:54 pm IST

  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • સુરક્ષા પ્રશ્ને કોઇ બાંધછોડ નહીઃ છાપરાવાળી શાળા-ટયુશન કલાસીસને સીલ કરવા આદેશ access_time 3:57 pm IST