Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પ્રજાએ અમારા ઉપર મુકેલ વિશ્વાસ શ્રી સોમનાથ દાદાની કૃપાથી સાર્થક કરીશુ : વિજયભાઇ રૂપાણી

પ્રભાસ પાટણ, વેરાવળ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે દર્શન – જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ઉતરાણ કરી તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે સોમનાથદાદાને સૌના કલ્યાણ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. સોમનાથદાદામાં અતુટ શ્રદ્ઘા ધરાવતા મુખ્યમંત્રીશ્રીએ અહીં પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, પ્રજાએ અમારા પર મુકેલ વિશ્વાસ લોકોની અપેક્ષા અને આકાંક્ષા અમે સોમનાથદાદાની કૃપાથી સાર્થક કરીશુ. લોકોએ આપેલ ઐતિહાસિક સમર્થન અમને નવુ બળ પુરુ પાડશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભારતની સંસ્કૃતિ-પરંપરા મુજબ સોમનાથ મંદિરનુ આગવુ મહત્વ છે. અમને સોમનાથદાદાના આશીર્વાદ મળ્યા છે અને લોકકલ્યાણના કાર્યો કરવા અમને નવી પ્રેરણા મળશે.  અરબી સમુદ્રમા ઉભા થયેલા લોપ્રેશર સંદર્ભે દરીયાકાંઠાના તમામ જિલ્લાને સાવચેત કરાયા છે. જિલ્લા વહીવટીતંત્ર સાવધ છે તેમ માન.મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીના સોમનાથ મંદિર દર્શન-પૂજન પ્રસંગે સાંસદશ્રી રાજેશભઇ ચુડાસમા, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, રાજય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઇ ઠકરાર, અગ્રણીશ્રી ઉદય કાનગડ, શ્રી મહેન્દ્રભાઇ પીઠીયા, ગોવિંદભાઇ પરમાર, પૂર્વ સંસદીય સચિવશ્રી જેઠાભાઇ સોલંકી, શ્રી કિશોરભાઇ કુહાડા, સીડાભાઇ રાઠોડ, જિલ્લા કલેકટર રહેવર સાથે રહ્યા હતા. સોમનાથ મંદિર ખાતે જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ મુખ્યમંત્રીશ્રીનુ સ્મૃતિ ચિહ્રન આપી સ્વાગત કર્યુ હતુ. શ્રીમતી અંજલીબેનનુ સ્વાગત પી.આર.ઓ. શ્રીમતી વીભાબેન ઠક્કરએ સ્વાગત કર્યુ હતુ.

(11:58 am IST)