Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

કાલાવડની પરિણીતાને દહેજ બાબતે ત્રાસ અપાયો

જામનગર તા ૧૧  : કાલાવડ પોલીસ સ્ટેશનમાં રિધ્ધીબેન મનસુખભાઇ વાદીએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૨૨-૧-૧૬ થી આજદિન સુધી આ કામના આરોપીઓ પતિ, સાગરભાઇ લાલજીભાઇ, સાસુ મધુબેન લાલજીભાઇ બાલધા, સસરા લાલજીભાઇ મગનભાઇ બાલધા, રે. કાલાવડવાળાએ ફરીયાદી રિધ્ધીબેન પાસે દહેજ તથા કરીયાવર બાબતે મેંણા ટોંણા મારી દુઃખ ત્રાસ આપી તથા ગાળો કાઢી ઘરેથી પહેરેલ કપડે કાઢી મુકી, જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

કોઠાભાડુકીયા ગામે જુગાર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. એસ.આર. ચાવડા,એ ફરીયાદ નોંધાવી છે કે કોઠા ભાંડુકીયા ગામની વાંધાર સીમમાં ઘનશ્યામભાઇ કાનજીભાઇ સોમૈયા, સાહીદભાઇ રહેમાનભાઇ લીંગડીયા, વલ્લભભાઇ નારણભાઇ કથીરીયા, જગદીશભાઇ પરસોતમભાઇ કથીરીયા, વિજયસિંહ મહીપતસિંહ, જાડેજા, જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન રોકડા રૂા ૧૨૩૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

ખીજડીયા ગામ પાસે જુગાર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિનોદરાય જેશાભાઇ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, ખીજડીયા ગામથી બાલાચંડી ગામ જવાના રસ્તે આવેલ દિપકભાઇ લાખાભાઇ તાળા, શ્રી રામ નામ વાડીમાં આવેલ પીપર ઝાડ નીચે દિપકભાઇ લાખાભાઇ તાળા, લાલજીભાઇ મોહનભાઇ ઠુંમર, મનસુખભાઇ જીવરાજભાઇ વાટલીયા, જુગાર રમી રમાડી ર.ેલડ દરમ્યાન રોકડ રૂ. ૧૦૭૦૦ તથા પટમાંથી રોકડા રૂા ૫૫૦/- તથા એક મોબાઇલ લાવા કંપનીનો કિંમત રૂા ૫૦૦ તથા એક મોટરસાયકલ હિરો હોન્ડા પેશન કિંમત રૂા ૨૦,૦૦૦ ના મુદામાલ સાથે રૂા ૩૧૭૫૦ સાથે ઝડપાઇ ગયેલ છે તથા આ કામના આરોપી અક્ષયભાઇ ગોવિંદભાઇ સાવલીયા, સંજયભાઇ માધાભાઇ ઠુંમર ફરાર થઇ ગયેલ છે.

(11:57 am IST)