Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

તળાજા દરબાગરઢના ઢાળમાં વિજપોલ જીવલેણ સાબિત થવાની ભીતિ

તળાજા, તા.૧૧: તળાજા શહેર માં વિજતંત્ર ના અમુક પોલ જીવલેણ સાબિત થવાની શકયતા છે.જેમાં વાવાઝોડા ની આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ દરબાર ગઢ નો ઢાળ ચઢતા આવતો વિજપોલ કેટલાય સમય થી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે તંત્ર એ તાત્કાલિકઙ્ગ મરામત કરવી રહી તેવી સ્થાનિક રહીશો ની માગ છે.

વિજતંત્ર દ્વારા તળાજા માં કરવી જોઈતી પ્રિ મોન્સૂન કામગીરી પૂરતી થઈ નથી. ઉપર છેલ્લી કામગરી ના કારણે કેટલાંક વીજ પોલ જાન અને માલ ની મોટી દુર્ઘટના સર્જે તેવું શહેર ના ઠાકોર મંદિર સામે,દરબાર ગઢનો ઢાળ ચડતા આવેલ વિજપોલ પડે તેવી શકયતા છે.આ વિજપોલ ને સિમેન્ટ કોંક્રેટથી નીચેથી મજબૂત કરવામાં આવેલ હતો. પણ છેલા પખવાડિયાથી સિમેન્ટનો એક ભાગનો ટુકડો પોલથી છૂટો પડી જતા પોલની મજબૂતી ઓછી થઈ ગઈ છે.

હવે ચોમાસુ આવી ગયુ છેને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે આ પોલ નું મજબૂતી કરણ તાત્કાલિક થાય નહિતર ચાલુ વીજ પ્રવાહે ખેંચાઈ ને જમીન દોસ્ત કે ઢળી પડશે તો મોટી દુર્ઘટના સર્જાય શકે તેવી સ્થાનિકો માં ચિંતા જોવા મળી રહી છે.

(11:56 am IST)