Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

આવતીકાલથી વાવાઝોડાની અસર દેખાવા લાગશેઃ દરિયાઈ પટ્ટીના વિસ્‍તારોમાં ભારે વરસાદ પડશે

કાલથી વાતાવરણ ક્રમશઃ પલ્‍ટાતુ જશે : સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દરિયાઈ કાંઠાના વિસ્‍તારોમાં ભારે ખાનાખરાબી સર્જાશે : હવામાનની એક ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યુ છે કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેને લાગુ મધ્‍ય પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્‍ટમ્‍સ હાલ ૧૩.૬૨ ડિગ્રી નોર્થ, ૭૦.૫૪ ડિગ્રી ઈસ્‍ટ પર ડિપડિપ્રેશનમાં છવાયેલ જે મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે : હાલ આ સિસ્‍ટમ્‍સ મુખ્‍યત્‍વે ઉત્તર તરફ ગતિ કરશે : આવતીકાલથી આ સિસ્‍ટમ્‍સની અસર દેખાવા લાગશે : વાતાવરણ ધીમે ધીમે પલ્‍ટાતુ જશે : કાલથી જ રાજયના અનેક વિસ્‍તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ જશે : તા.૧૩-૧૪-૧૫ સૌરાષ્‍ટ્ર - કચ્‍છના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં અને તેને લાગુ જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ પડશે : જેમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વધુ શકયતા છે : વિવિધ ફોરકાસ્‍ટ મોડલમાં મતમતાંતર જોવા મળે છે : આજે સવારે વાવાઝોડુ મુંબઈથી ૫૪૦ કિ.મી. અને વેરાવળથી ૬૯૦ કિ.મી. દૂર નોંધાયેલ : આ વાવાઝોડુ ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યું છે.

(3:54 pm IST)