Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભાવનગરમાં ગરમીએ વધુ એકનો ભોગ લીધોઃ સુરેન્‍દ્રનગર ૪પ ડિગ્રી

ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પહેલા અસહ્ય ઉકળાટ યથાવત

રાજકોટ તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પહેલા અસહ્ય ઉકળાટ યથાવત છે અને મહતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. આવા વાતાવરણ વચ્‍ચે ભાવનગરમાં વધુ એક વ્‍યકિતનું ‘‘લૂ'' લાગવાથી મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. જયારે સુરેન્‍દ્રનગરમાં મહતમ તાપમાન ૪પ ડિગ્રી નોંધાયું હતું.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છ આજે હવામાન પલટો આવ્‍યો છે અને મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે કયારેક-કયારેક આછા વાદળા પણ છવાઇ જાય છે આવા વાતાવરણ વચ્‍ચે પણ ગરમીનો માહોલ યથાવત છે.

કાલે પણ સુરેન્‍દ્રનગર તપી ગયું છે અને મહત્તમ તાપમાન ૪પ ડિગ્રી નોંધાયું છે જયારે રાજકોટ ૪૩.પ, અમદાવાદ ૪૩.૩, ગાંધીનગર ૪૩.ર ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત ડીસા ૪ર.૬, વડોદરા ૪૦.૮, સુરત ૩૪.૮, ભાવનગર ૪૦.૧, પોરબંદર ૩૪.૦, વેરાવળ ૩૪.૧, દ્વારકા ૩૩.૪, ઓખા ૩૩.૬, ભુજ ૩૮.૭, નલિયા ૩૬.૪, ન્‍યુ કંડલા ૩૯.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગરમાં આજે સતત બીજા દિવસે પણ ગરમીની લુ લાગવાથી એક વ્‍યકિતનું મોત નિપજયું છે. બે દિવસમાં ગરમી એ ભાવનગરમાં ત્રણનો ભોગ લીધો છે.

ગોહિલવાડ પંથકમાં ગરમીએ આજે વધુ એકનો ભોગ લીધો છે. ગઇકાલે ગરમીથી લુ લાગતાં બે શ્રમીકોનાં મોત નિપજયા બાદ આજે શહેરનાં દિપક ચોક સર્કલ પાસે ગરમીથી લુ લાગતાં તુલસીભાઇ રવજીભાઇ ધરાજીયા ઉ.વ. પપ નું બેભાન થઇ જતાં અત્રેની સરટી હોસ્‍પીટલે ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત્‍યુ પામેલ જાહેર કરેલ.

આજે ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૪૦.૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮.૧ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની ઝડપ ર૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગરઃ આજનું હવામાન ૩૮ મહતમ ર૮ લઘુતમ ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧પ.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ગરમી

ગઇકાલે ગુજરાત રાજયના નોંધાયેલ હવામાનનાં આંકડા નીચે મુજબ છે

શહેર

મહતમ તાપમાન

અમદાવાદ

૪૩.૩ ડીગ્રી

ડીસા

૪ર.૬ ડીગ્રી

વડોદરા

૪૦.૮ ડીગ્રી

સુરત

૩૪.૮ ડીગ્રી

રાજકોટ

૪૩.પ ડીગ્રી

ભાવનગર

૪૦.૧ ડીગ્રી

પોરબંદર

૩૪.૦ ડીગ્રી

વેરાવળ

૩૪.૧ ડીગ્રી

દ્વારકા

૩૩.૪ ડીગ્રી

ઓખા

૩૩.૬ ડીગ્રી

ભુજ

૩૮.૭ ડીગ્રી

નલીયા

૩પ.૪ ડીગ્રી

સુરેન્‍દ્રનગર

૪પ.૦ ડીગ્રી

ન્‍યુ કંડલા

૩૯.૧ ડીગ્રી

અમરેલી

૪ર.૮ ડીગ્રી

ગાંધીનગર

૪૩.ર ડીગ્રી

મહુવા

૩પ.ર ડીગ્રી

દિવ

૩૪.૬ ડીગ્રી

વલસાડ

૩૩.૯ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૪૧.પ ડીગ્રી

 

(11:30 am IST)