Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

હળવદકમાં બંધ થયેલા પશુ દવાખાનાઓ ચાલુ કરવા જીવદયા પ્રેમીઓની માંગણી

હળવદ, તા.૧૧:  હળવદ તાલુકો એ ખેતી પ્રધાન તાલુકો હોઈ સાથે પશુપાલન નો વ્યવસાય પણ ગામડે ગામડે થઈ રહ્યો છે ત્યારે હળવદ તાલુકામાં કુલ ત્રણ સરકારી પશુદવાખાના કાર્યરત હતા જેમાં ચારડવા , ટીકર અને હળવદ એમ કુલ ત્રણ દવાખાના કાર્યરત હતા ત્યારે છેલ્લા ચારેક મહિનાથી કોઈ કારણોસર ત્રણેય સરકારી દવાખાના બંધ થઈ ગયા છે અને ત્રણ પશુ ડોકટર ની પોસ્ટ હળવદ તાલુકા માં હતી ત્યારે હાલ માં હળવદ તાલુકા માં એકપણ સરકારી પશુ ડોકટર ન હોઈ જેથી હળવદ તાલુકાના આશરે સવા લાખ થી પણ વધુ પશુઓ બીમારી સમયે યોગ્ય સારવાર થી વંચિત રહે છે અને પશુ બીમાર પડે ત્યારે હળવદ તાલુકા માં એકપણ સરકારી પશુ ડોકટર ન હોવાથી પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને ગૌશાળા અને પાંજરાપોળમાં બીમાર પશુઓ પણ સારવારના અભાવના લીધે પીળા ભોગવી રહ્યા છે.

 ત્યારે હળવદ ના સર્વે પશુપાલકો અને જીવદયા પ્રેમીઓ ની લાગણી અને માંગણી છે કે સત્વરે હળવદ તાલુકાના બધા સરકારી પશુ દવાખાના કાર્યરત થાય અને પુનઃજીવિત થાય તે જરૂરી છે.  હળવદના ગૌસેવક અને જીવદયાપ્રેમી તપનભાઈ દવે એ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી - પશુપાલનમંત્રી સહિત સંબંધિત અધિકારીશ્રી તેમજ પદાધિકારીશ્રી ને આ પ્રશ્ન નો સત્વરે ઉકેલ આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરી છે.

(10:40 am IST)