Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ધોરાજી સ્વામીનારાયણ મંદિરે ચંદનના વાઘાનો શૃંગાર

બાલધા ચોરા કડીયાવાડ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે કાળ જાળ ગરમી માં શીતળ તા માટે ભગવાન સ્વામિનારાયણ રાધા-કૃષ્ણ દેવ અને દ્યનશ્યામ મહારાજની મૂર્તિમાં ચંદનના વાદ્યા નો શૃંગાર કરી દિવ્ય દર્શનનો હરિભકતોએ લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી મોહનપ્રસાદ પુરાણી સ્વામી એ જણાવેલ કે સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં જયાં જયાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ રાધા-કૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં ચંદનના વાદ્યા નો શ્રિંગાર કરવામાં આવે છે હાલમાં કાળઝાળ ગરમીમાં ભગવાનને પણ શીતળતાની જરૂરિયાત હોય છે ત્યારે ભગવાનની મૂર્તિ ઉપર ચંદનનો લેપ કરી સુંદર રીતે  શૃંગાર કરી અને દિવ્ય દર્શન કરાવીએ છીએ. મોટી સંખ્યામાં હરિભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો છે મોહન પ્રસાદ પુરાણી સ્વામી કોઠારી ભકિત સ્વામી બાલકૃષ્ણ સ્વામી વિગેરે સંતો ચંદનના વાદ્યા માટે  શૃગાર કરી હરિભકતોને દિવ્ય દર્શનનો લાભ આપતા હોય છે.  શૃંગાર દર્શનની તસ્વીર.(તસ્વીર કિશોરભાઈ રાઠોડ. ધોરાજી)

(10:39 am IST)