Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો મહિલા મોરચો મેદાને :બોટાદના બરવાળામાં મહિલાઓના દેખાવો-સુત્રોચાર

બોટાદ : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો મહિલા મોરચએ ઝુકાવ્યું છે અને બોટાદના બરવાળામાં મોંઘવારીના વિરોધમાં દેખાવો અને સુત્રોચાર કરાયા હતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલના આદેશથી બોટાદ જિલ્લા ના બરવાળા ખાતે પેટ્રોલ ડિઝલ અને ગેસ શાકભાજી જેવાં જીવન જરૂરી ચીઝ વસ્તુઓ માં થયેલાં તોતિંગ વધારા ના વિરોધ માં ભાજપ સરકાર ની સંપૂર્ણ નિષ્ફળતા જણાવી  સરકાર વિરોધ માં સુત્રોચાર કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અલ્પાબા વિજયસિંહ ચુડાસમા, તેમજ ૨૫ હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા. 

(11:34 pm IST)