Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાવનાગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી વિપક્ષ ભાજપના તમામ સભ્યોનો વોકઆઉટ

ભાવનગર :ભાવનગર જીલ્લા પંચાયતના પ્રમુખની આગામી સમયમાં ટર્મ પૂરી થઈ રહી છે. તે પૂર્વે આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવાઇ હતી સભા દરમિયાન કોંગ્રેસના સભ્યો દ્વારા ડેપ્યુટી ડીડીઓને સવાલ પૂછતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ઉગ્ર બનતા તેમને સભા બહાર મોકલવામાં આવ્યા હતા. જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ સાથે ભાજપમાં તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું.

  સભાની શરૂઆતમાં જ વિપક્ષ ભાજપના સભ્યો દ્વારા પ્રમુખને સવાલ કરાયો હતો કે આગામી ૨૦ તારીખના રોજ સામાન્ય સભા છે. હજુ થોડા દિવસો પહેલા જ એક સામાન્ય સભા રાખવામાં આવી હતી તો શા માટે ફરી વાર આ સામાન્ય સભા રાખવામાં આવી છે. આ અંગે પ્રમુખ તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા ભાજપના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું.

(8:44 pm IST)