Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મોરબી પાલીકામાં કોંગ્રેસના ૭ સભ્યો સામે પક્ષાંતર ધારાની કાર્યવાહી યોગ્યઃ હાઇકોર્ટનો ચુકાદોઃ મોરબી પાલીકામાં ભાજપનું શાસન હલબલી જશે?

રાજકોટ, તા., ૧૧ : મોરબી નગર પાલીકામાં હાલમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસના ૭ સભ્યોએ ટેકો આપતો ભાજપ શાસીત પાલીકા કાર્યરત છે.

થોડા સમય પહેલા કોંગ્રેસના ૭ સભ્યોએ પક્ષાંતર વિરૃધ્ધ પ્રવૃતી કરીને ભાજપને ટેકો આપ્યો હતો અને ભાજપને સતાના સિંહાસન ઉપર બેસાડયું હતું.

ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા આ ૭ સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા નગર પાલીકા નિયામક સમક્ષ અરજી કરવામા આવી હતી. જે અરજી અનુસંધાને પાલીકા નિયામક દ્વારા આ ૭ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જેથી કોંગ્રેસના આ સાતેય સભ્યોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઇકોર્ટે પણ નગર પાલીકા નિયામકના આ નિર્ણયને યોગ્ય ઠેરવીને પક્ષાંતર ધારાની કાર્યવાહી યોગ્ય હોવાનો ચુકાદો આપ્યો હતો.

જેથી મોરબી પાલીકામાં હવે ભાજપનું શાસન હલબલી ઉઠે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

(5:30 pm IST)