Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સરધાર પાસેના અકસ્માત મૃત્યુના કેસમાં પકડાયેલ ડ્રાઇવરના જામીન મંજુર

રાજકોટ તા. ૧૧ : રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ભૈરવસીંઘ મુકારામ ચૌધરી વિરૂધ્ધ બીજાનો જીવ જોખમાય તેવી રીતે બેફીકરાઇથી પુર ઝડપે ટ્રક ચલાવી અકસ્માત સર્જી ૪ વ્યકિતઓના મૃત્યુ નીપજાવવા બદલ આઇ.પી.સી.ની કલમ ૩૦૪, ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્હીકલ એકટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબની ફરીયાદ નોંધાયેલ હતી જે અનુસંધાને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા જસ્ટીશ્રી કોગ્જેએ આરોપીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટુંક હકીકત એવી છે કે ગત તા.ર૮/૪/ર૦૧૮ ના રોજ ટ્રક નં. જીજે૧રએટી-૯૯પ૮ વાળા ડ્રાઇવર ભૈરવસિંઘ મુકારામ ચૌધરી રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ સરધાર ગામ પાસેથી પસાર જતો હતો ત્યારે અચાનક ટ્રકનો કાબુ ગુમાવી બેેઠેલ અને રસ્તા ઉપર બીજા પડેલ વાહનો જેમાં બે મોટર કાર, બે ઓટો રીક્ષા, તથા વીજળીના થાંભલાને ટકકર મારેલ જેમાં વાહનના મુસાફરો તથા રાહદારીઓને ઠોકરે ચડાવી ૪ લોકોના મૃત્યુ નીપજાવેલ અને બે વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચાડેલ જે અનુસંધાને રાજકોટની કીડની હોસ્પિટલ પાસે રહેતા ભાર્ગવભાઇ ભુપતભાઇ ચાંગેલાએ ટ્રકના ડ્રાઇવર ભેરવસિંઘ મુકારામ ચૌધરી વીરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૩૦૪, ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્હીકલ એકટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદ બાબતે આરોપીએ તેમના વકીલ સંજય એચ.પંડિત મારફત ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરેલ હતી જે જામીન અરજીના કામે આરોપીના વકીલની રજુઆતો તથા રજુ રાખેલ વડીઅદાલતોના ચુકાદાઓને દયાને લઇ જસ્ટીસ શ્રી કોગ્જેએ આરોપીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામે આરોપી વતી સંજય એચ.પંડિત, ખીલનભઇ ચાંદ્રાણી, નીલયભાઇ ઠકર વીગેરે રોકાયેલ હતા.

(3:36 pm IST)