Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઢાંઢીયા ગામે માતાએ ઠપકો આપતાં કાજલે હાથ પર બ્લેડના કાપા માર્યા

પોપટપરામાં નવોઢા પુજાએ માવતરના ઘરે ઝેર પીધું

રાજકોટ તા. ૧૧: તાલુકાના ઢાંઢીયા ગામે રહેતી કાજલ જેન્તીભાઇ અઘેરા (વણકર) (ઉ.૨૦)એ પોતાના હાથ પર બ્લેડથી કાપા મારી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

કાજલ બે ભાઇ અને બે બહેનમાં વચેટ છે. તેના પિતા મજુરી કરે છે. પોતે પણ સમઢીયાળા દોરાના કારખાનામાં કામે જાય છે. આજે સવારે તે મોડી ઉઠતાં કામે લઇ જતી રિક્ષા જતી રહી હોઇ માતાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.

બીજા બનાવમાં રામાપીર ચોકડી પાસે  સાસરૂ ધરાવતી પુજા અજય ચાવડા (કોળી) (ઉ.૨૧) પોપટપરા સંતોષીનગરમાં પિતા અમરશીભાઇ સરવૈયાના ઘરે રોકાવા આવી હોઇ અહિ ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલમાં દાખલ કરાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન ત્રણ માસ પહેલા જ થયા છે. માનસિક બિમારીને લીધે આ પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.

(2:47 pm IST)