Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સલાયામાં સશસ્ત્ર ધીંગાણુઃ ૧૭ સામે ગુન્હો

મોટર સાયકલ લઇને નીકળવાની સામાન્ય બાબતમાં ડખ્ખોઃ સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ

જામનગરઃ તસવીરમાં ભરબજારે થયેલ ધીંગાણામાં મારામારી થતી નજરે પડે છ.ે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

 ખંભાળીયા તા.૧૧ : ખંભાળીયાના સલાયામાં મોટર સાઇકલ લઇ નિકળવાની સામાન્ય બોલાચાલીએ બીજા દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સલાયાની મુખ્ય બજારમાં ધોકા, પાઇપ, લાકડી, તલવાર વડે સરા જાહેર ધીંગાણું સર્જાતા જુદી-જુદી ત્રણ ફરીયાદોમાં ૧૭ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે. સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પમી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સલાયાના પાંજરા પોળ પાસે રહેતા ફરીયાદી હુશેન સિદીકભાઇ સુંભણીયાનો પુત્ર ગત તા.૧૦ ની રાત્રીએ આરોપીઓના રહેણાંક લતામાંથી સાઇકલ લઇને નિકળેલ હોય જયાં આરોપીઓના છોકરાઓ ક્રિકેટ રમતા હોવાથી બોલાચાલી થતા ફરીયાદી હુશેનભાઇ આરોપીઓને સમજાવા જતાં ઇસ્માઇલ ઓસમાણ સુંભણીયા, હાસમ અહેમદ સુંભણીયા, ફારૂક અહેમદ સુંભણીયા, અકરમ ઇસ્માઇલ સુંભણીયા, અસગર ઇસ્માઇલ સુંભણીયા, હુસેન અહેમદ સુંભણીયા, ઇશાક ઓસમાણ સુંભણીયા, કાસમ અહેમદ સુંભણીયા, મુસ્તાક અહેમદ સુંભણીયા બધા સાથે મળી ફરીયાદીના પુત્રને ઢીકાપાટુનો માર મારેલ હોવાથી દુખાવો થતાં પિતા હુશેનભાઇ તથા તેમનો ભાઇ આદમ સિદિક સારવાર અર્થે જામનગર લઇ જતા હતા ત્યારે ફરીથી ઉપરોકત તમામ આરોપીઓ એકસંપ કરી બસ સ્ટેન્ડના નજીક આવી છરી, ધોકા, પાઇપ, તલવાર જેવા હથીયારો સાથે ધસી આવી ગાળો કાઢી જાહેરમાં ફરીયાદી તથા સાહેદોને માર મારતા મુંઢ ઇજાઓ થવા પામી હતી. આ અંગે ફરીયાદીએ તમામ વિરૂધ્ધ સલાયા મરિન પોલીસ મથકે ફરીયાદ નોંધાવેલ હતી. જયારે અન્ય સામાપક્ષે કાસમ અહેમદ સુંભણીયા રહે. પાંજરા પોળ પાસેનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, ઉપરોકત ફરીયાદી હુશેનભાઇ સુંભણીયાના પુત્ર સાથે ઝમીર હાસમ ગજણ, ઝમીર કાસમના મોટાબાપુની દિકરી, ઝમીર કાસમના ફઇનો દિકરો, ઝમીર કાસમના દાદા જુનશ હાજી ગજણ મોટરસાઇકલ ચલાવવા બાબતે ફરીયાદીના દિકરાને જેમ તેમ બોલા હોય જેથી ફરીયાદી કાસમ અહેમાં સુંભણીયા ત્યાં જઇ ઠપકો આપતા ઝમીર હાસમ ગજણ, ઝમીર કાસમના મોટાબાપુની દિકરી, ઝમીર કાસમના ફઇનો દિકરો, ઝમીર કાસમના દાદા જુનશ હાજી ગજણ એક સંપ કરી આડેધડ ઢીકા પાટુનો માર મારી ગાળો દીધી હતી.

ત્રિજી ફરીયાદમાં હુશેન સિદીક સુંભણીયાએ નોંધાવેલ છેકે, તેઓ બસ સ્ટેન્ડ પાસેચા ચાણી પીવા ઉભા હોય તે સમયે મુસ્તાક અહેમદ શુંભણીયા, એજાજ ઇસ્મઇલ સુંભણીયા, હાસમ મામદ સુંભણીયા, અકરમ ઇસ્માઇલ સુંભણીયા, એક સંપ કરી ત્યાં આવી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગતા ફરીયદાીના બન્ને ભાઇઓ બચાવવા આવતા તેમને પણ મનફાવે તેમ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચડતા ખંભાળીયા ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા આમ જુદી જુદી ત્રણ ફરીયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. જો કે ઘટનાનો સમગ્ર વિડીયો વાયરલ થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળથી પોલીસ મથક નજીકના અંતરે હોવા છતાં લગભગ ૧૦ મિનીટ સુધી ચાલેલી સરા જાહેર માર મારવાની ઘટનામાં પોલીસ પહોંચી ન શતા અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા હતા.

(2:47 pm IST)