Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પવિત્ર અધિક માસમાં મેમનગર ગુરૂકુલમાં યોજાયેલ નીલકંઠ વર્ણી વનવિચરણ કથા પ્રસંગે ઘનશ્યામ મહારાજની આગળ ૯૫૦૦ કિલો કેરી ધરાવી તમામ કેરી પ્રસાદરૂપે ગરીબોને વહેંચવામાં આવી

ઉના તા.૧૦ સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.

        અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે સત્સંગ પ્રચારારાર્થે વિદેશમાં વિચરણ કરી રહેલ શ્રી એસજીવીપીના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની આગેવાની નીચે, મેમનગર ગુરુકુલમાં નીલકંઠ વર્ણી વનવિચરણની સપ્તદિન કથા નું આયોજન કરવામાં આવેલ.

        કથાની પૂર્ણાહુતિની પૂર્વસંધ્યાએ ઘનશ્યામ મહારાજનુ ષોડશોપચાર પૂજન કરી મહા અભિષેક કરવામાં આવે. જેમાં ઠાકોરજીને પંચગવ્ય, કેસરજળ, ગંગાજળ વગેરેથી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતોને વૈદિક વિધિ સાથે ઘનશ્યામ મહારાજને અભિષેક કર્યો હતો.

   અભિષેક બાદ નીલકંઠ વર્ણી સમક્ષ કચ્છ, દ્રોણેશ્વરથી આવેલ તેમજ અન્ય હરિભકતો દ્વારા આવેલ ૯૫૦૦ કિલો ઉપરાંત કેરીઓ ધરાવી આમ્રકુટોત્સવ ઉજવ્યો હતો.

        પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીઅે નીલકંઠવર્ણીની આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. સ્વયં સેવકો દ્વારા તમામ કેરીઓ હોસ્પિટલ, ગરીબોને વહેંચવામાં આવી હતી.

(12:42 pm IST)